ભારતીય શેર બજારમાં મિશ્ર કારોબાર, જાણો આજે ક્યા શેર પર રહેશે રોકાણકારોની નજર

ભારતીય શેર બજારમાં મિશ્ર કારોબાર સાથે ખુલતું જોવા મળ્યું હતું. જેમાં ICICI બેંક, IRCTC, ફાઇઝર અને લાર્સન એન્ડ ટુબ્રો જેવી કંપનીઓના તાજેતરના નિર્ણયો અને નાણાકીય પરિણામોએ બજારની ગતિને પ્રભાવિત કરી રહ્યા છે.
14 ઓગસ્ટ 2025ના રોજ સવારે ભારતીય શેરબજારે સામાન્ય વધારા સાથે ખુલતું જોવા મળ્યું. જેમા સેન્સેક્સ 114.21 પોઇન્ટના વધારા સાથે 80,654.12 પર અને નિફ્ટી 14.5 પોઇન્ટના વધારા સાથે 24,633.85 પર ખુલ્યા. બેંક નિફ્ટીએ 0.2%નો વધારો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે બજારમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જેમાં બેંકિંગ, આઇટી અને મેટલ સેક્ટરમાં ખરીદી જોવા મળી, જ્યારે ફાર્મા અને FMCG સેક્ટરમાં પ્રોફેટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ICICI બેંકે બચત ખાતાની લઘુત્તમ બેલેન્સ મર્યાદા 50,000થી ઘટાડીને 15,000 કરી, જે 1 ઓગસ્ટ 2025થી લાગુ થઈ છે.
કંપનીઓના નાણાકીય પરિણામો
IRCTCએ જૂન 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.4%ના વધારા સાથે ₹331 કરોડનો નફો નોંધાવ્યો, જેની આવક 11.8% વધીને ₹1,159.6 કરોડ થઈ. જ્યારે ફાઇઝરે 27.2%ના નફા વધારા સાથે ₹191.7 કરોડની કમાણી કરી, વિશાલ મેગા માર્ટે 37.3%ના વધારા સાથે ₹206 કરોડનો નફો નોંધાવ્યો. જ્યુબિલન્ટ ફૂડવર્કસે 29.5%ના નફા વધારા સાથે ₹66.7 કરોડ અને બીપીસીએલે 22.8%ના વધારા સાથે ₹6,124 કરોડનો નફો નોંધાવ્યો. જોકે, સૂર્યા રોશનીનો નફો 63.7% ઘટીને ₹33.6 કરોડ અને દીપક નાઇટરાઇટનો નફો 45% ઘટીને ₹112 કરોડ થયો.
કોર્પોરેટ ઘટનાઓ અને વિકાસ
લાર્સન એન્ડ ટુબ્રોએ તેની પેટાકંપની L&T એનર્જી ગ્રીનટેક લિમિટેડ દ્વારા ગુજરાતના કંડલા ખાતે 3 લાખ ટનની ક્ષમતાવાળા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે જાપાનની ITOCHU કોર્પ સાથે ભાગીદારી કરી, જે ટકાઉ ઉર્જા ક્ષેત્રે મહત્વનું પગલું છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝે 79%ના નફા વધારા સાથે ₹150 કરોડની કમાણી કરી, જ્યારે એન્જિનિયર્સ ઇન્ડિયાનો નફો ₹91.6 કરોડથી ઘટીને ₹65.4 કરોડ થયો. એન્ડ્યુરન્સ ટેકે 11%ના નફા વધારા સાથે ₹226.4 કરોડની કમાણી નોંધાવી, જે બજારની સકારાત્મક અસર જોવા મળી હતી.
બજારનું વલણ અને રોકાણકારોનું ફોકસ
આજે બજારમાં રોકાણકારોનું ધ્યાન ICICI બેંક, IRCTC, અને ફાઇઝર જેવી કંપનીઓ પર છે, જેમના મજબૂત પરિણામો અને નવા નિર્ણયો બજારને ઉત્સાહિત કરી શકે છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ સૂર્યા રોશની અને દીપક નાઇટરાઇટ જેવી કંપનીઓના નબળા પરિણામો રોકાણકારોને ચિંતામાં મુક્યા છે. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો અને સ્થાનિક આર્થિક આંકડાઓ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો… પહેલા દિવસે NSDL નો IPO આટલા વધારા સાથે બંધ થયો…