શેર બજાર

લીલા નિશાનમાં ખુલ્યા માર્કેટ, શેર માર્કેટમાં ઉતાર ચઢાવ યથાવત્

અમદાવાદ: ગુરૂવારે સવારે સ્થાનિક શેર માર્કેટ લીલા નિશાન સાથે ખુલતું જોવા મળ્યું. ગ્લોબલ સંકેતો મળતા ખુલતા બજારમાં પોઝીટીવીટી આવતી જોવા મળી હતી. ગઈકાલના રેન્જ બાઉન્ટ કારોબાર બાદ લાલ નિશાનમાં બંધ થયેલ બજાર 10 જુલાઈનામાં રિકવરી મોડમાં જોવા મળ્યુ હતુ. 9 વાગ્યા આસપાસ ખુલતા બજારમાં BSE સેંસેક્સ 122.12 પોઈન્ટના ઉછાળા સાથે 83,658 આસપાસ પહોંચ્યું હતુ. જ્યારે નિફ્ટી 50 પણ માઈનોર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર દેખાયો હતો.

ક્યાં શેર્સએ બજાર સપોર્ટ કર્યો

આ સમાચાર લખતા સમયે નિફ્ટી 50ને ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ જેવા શેર્સ સપોર્ટ કરતા જોવા મળ્યા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, સિપ્લા, ટાટા મોટર્સ અને ટીસીએસ જેવા શેર્સ લાલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.

કોપર શેર્સમાં ઉતાર-ચઢાવ

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેરિફ નિતિના કારણે વિશ્વના શેરબજારમાં પણ ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. વેદાન્ત લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, એપીએલ અપોલો, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ 447.04 પોઈન્ટ તૂટીને 31200.70 આસપાર કારોબાર કરતો જોવા મળ્યો.

કોમોડિટી માર્કેટ

જ્યારે ભૌગોલિક તણાવો ઘટતા કોમોડિટી માર્કેટમાં તેજી જોવા મળી. જ્યાં MCX પર ગોલ્ડ 0.24 ટકાના ઉછાળ સાથે 96692 પર જોવા મળ્યું. જ્યારે સિલ્વરમાં પોણા ટકાનો ઉછાળ જોવા મળ્યો. નેચરલ ગેસ પણ લીલા નીશાનમાં કારબોર જોવા મળ્યો. આ ઉપરાંત ઝીંકમાં અડધા ટકા તો કોપર, એલ્યુમિનિયમ, લેડમા મામૂલ તેજી જોવા મળી હતી.

આપણ વાંચો:  એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સને પછાડીને સૌથી મોંઘો સ્ટોક બન્યો એમઆરએફ, મજબૂત વળતર આપ્યું…

સેક્ટરલ શેરો પર નજર કરીએ તો, આઇટી ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો, જ્યારે મેટલ અને રિયલ્ટી 0.5 ટકા વધ્યા હતા. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સેક્ટરલ રોટેશનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓટો અને આઇટીમાં નવા રોકાણ જોવા મળ્યા છે, જ્યારે પાવર અને કેપિટલ ગુડ્સમાં વેચવાલી જોવા મળી. એશિયન બજારો મિશ્ર સંકેતો આપી રહ્યા છે, જ્યાં જાપાનમાં ઘટાડો થયો હતો. તો ચીન, કોરિયા અને હોંગકોંગમાં મામૂલી તેજી નોંધાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button