શેરબજારમાં મોટો ફેરફાર: ઈન્ડિગોની પેરન્ટ કંપની સેન્સેક્સમાં જોડાશે, ટાટા જૂથની આ કંપની થશે બહાર

મુંબઈ: ડિસેમ્બર મહિનાનમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ (BSE)માં મોટો ફેરફાર થાવા જઈ રહ્યો છે. ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ(InterGlobe Aviation Limited)ના શેરને BSEના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex)માં સામેલ કરવામાં આવશે. જ્યારે ભારતના સૌથી મેટા ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ(TMPV)ના શેર સેન્સેક્સમાંથી બહાર થઇ જશે.
BSE ઇન્ડેક્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 22 ડિસેમ્બર, 2025 થી સેન્સેસ્ક્સમાં ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના શેર ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેરનું સ્થાન લેશે. આ સાથે ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડના શેર ભારતના કેપિટલ માર્કેટના ટોચની 30 સૌથી વધુ ઇન્ફ્લુએન્સર અને એક્ટીવ કંપનીઓના શેરોની યાદીમાં સ્થાન પામશે.
ઇન્ટરગ્લોબનું મજબુત પ્રદર્શન:
ઇન્ટરગ્લોબ તાજેતરના વર્ષોમાં સેન્સેક્સમાં સામેલ થયેલી ઉડ્ડયન ક્ષેત્રની પ્રથમ કંપની છે. તાજેતરમાં એરલાઇને તેના વિમાન કાફલામાં વધારો કર્યો છે અને સર્વિસનું વિસ્તરણ કર્યું હતું. એરલાઈન્સ સતત નફો નોંધાવી રહી છે, જેને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.
શુક્રવારે ઇન્ટરગ્લોબ એવિએશન શેરનો ભાવ 0.92% વધીને ₹5,840.25 પર બંધ થયો. ઇન્ટરગ્લોબ એવિએશન શેરોએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 247% થી વધુનું વળતર આપ્યું છે અને છેલ્લા એક વર્ષનામાં 40% થી વધુ વળતર આપ્યું છે.
ડીમર્જર બાદ TMPV સેન્સેક્સમાંથી બહાર:
ટાટા ગ્રુપની ઓટો કંપની ટાટા મોટર્સનું તાજેતરના ડીમર્જર થયું હતું, ટાટા મોટર્સને બે અલગ અલગ કંપનીઓ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) અને ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ (TMCV)માં વિભાજીત કરવામાં આવી હતી.
શુક્રવારે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) ના શેરના ભાવ 0.69% વધીને ₹362.25 પર બંધ થયા હતાં.



