શેર બજાર

ગઈ કાલે ધોવાણ બાદ આજે રોકાણકારોને રાહત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ્સ વધારા સાથે ખુલ્યા…

મુંબઈ: ગઈ કાલે સોમવારે ભારતીય શેરબજારમાં મોટું ધોવાણ થયું (Indian Stock Market)હતું, જેને કારણે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા હતાં. આજે મંગળવારે શરૂઆતના કારોબારમાં રોકાણકારોને થોડી રાહત મળી રહી હોય એવું લાગી રહ્યું છે. આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 875.83 પોઈન્ટના વધારા સાથે 74,013.73 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 50 આજે 285.15 પોઈન્ટના વધારા સાથે 22,446.75 પોઈન્ટ પર ખુલ્યો.

આજે મંગળવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, 29 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને 1 કંપનીનો શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં રંગમાં ખુલ્યો. બીજી તરફ, નિફ્ટીની 50 કંપનીઓમાંથી 46 કંપનીઓના શેર ગ્રીન સિગનલમાં ખુલ્યા અને બાકીની 4 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ખુલ્યા.

આજે સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર સૌથી વધુ 5.02 ટકાના વધારા સાથે ખુલ્યા અને સન ફાર્માના શેર 0.28 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

આ પણ વાંચો: યુએસ ટેરિફ વોરના દબાણથી શેરબજારમા બ્લેક મંડે , સેન્સેક્સ અને નિફ્ટીમાં કોરોના બાદનો મોટો ઘટાડો

સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ટાઇટનના શેર 4.71 ટકા, ટાટા મોટર્સ 3.56 ટકા, અદાણી પોર્ટ્સ 3.12 ટકા, એક્સિસ બેંક 2.97 ટકા, ઇન્ફોસિસ 2.88 ટકા, ટેક મહિન્દ્રા 2.82 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 2.58 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2.56 ટકા, બજાજ ફિનસર્વ 2.42 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 2.34 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.25 ટકા, NTPC 2.03 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.02 ટકા, ભારતી એરટેલ 1.90 ટકા, મારુતિ સુઝુકી 1.79 ટકા, બજાજ ફાઇનાન્સ 1.60 ટકાના વધારા સાથે ખુલ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button