દિવાળી પહેલા બજારમાં તેજીના સંકેત! સેન્સેક્સ અને નિફ્ટી આટલા વધારા સાથે ખુલ્યા

મુંબઈ: દિવાળી પહેલા ભારતીય શેર બજાર રોકાણકારોને ખુશ કરી રહ્યું છે. આજે ગુરુવારે પણ શેરબજારે તેજી સાથે કારોબાર શરુ કર્યો. આજે સવારે શરુઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE) ઇન્ડેક્સ સેન્સેક્સ 271.74 પોઈન્ટના વધારા સાથે 82,877.17 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 78.4 પોઈન્ટના વધારા સાથે 25401.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પર એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, મેક્સ હેલ્થકેર, ICICI બેંક અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ONGC, ટેક મહિન્દ્રા અને TCS માં ઘટાડો નોંધાયો હતો. તમામ સેકટોરલ ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં, જે બજારમાં સકારાત્મક વલણના સંકેતો દર્શાવે છે.
શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5%નો વધારો નોંધાયો. BSE પરના લગભગ 1433 શેરમાં વધારો નોંધાયો, જ્યારે 774 શેરમાં ઘટાડો નોંધાયો અને 140 શેરમાં કોઈ ફેરફાર જોવા ના મળ્યો.
આપણ વાંચો: સચિન તેંડુલકરનું નામ જોડતા આ કંપનીના શેર બન્યા રોકેટ! કંપનીએ કરી આવી સ્પષ્ટતા