અઠવાડિયાની શુભ શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો વધારો, ટાટાની આ કંપનીના શેર તૂટ્યા

મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય વધારા સાથે થઇ, આજે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 100 પોઈન્ટના વધારા સાથે 84,603 પર ટ્રેડ કરી રહ્યો હતો, જયારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 30 પોઈન્ટના વધારા સાથે 25,931 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્ઝ્યુમર, શ્રીરામ ફાઇનાન્સ, NTPC અને મેક્સ હેલ્થકેરમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો, જ્યારે સિપ્લા, ડૉ. રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, TCS અને SBI લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં ઘટાડો નોંધાયો
વૈશ્વિક બજારમાં મળી રહેલા મિશ્ર વલણ અસર ભારતીય બજાર પર પણ થઇ રહી છે. શેર માર્કેટના જાણકારોના મતે યુએસ બજારોમાં મિશ્ર વલણ, ડોલર ઇન્ડેક્સમાં વધઘટ અને ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં વધઘટની અસર ભારતના શેર બજાર પર જોવા મળી રહી છે.
તેજીના સંકેત:
સામાન્ય વધારા સાથે શરૂઆત બાદ બજારમાં તેજી જોવા મળી રહી છે, સવારે 10 વાગ્યે સેન્સેક્સ 230.06 (0.27%)ના વધારા સાથે 84,792.84 પર અને નિફ્ટી 58.35 (0.23%)ના વધારા સાથે 25,968.40 ટ્રેડ થઇ રહ્યો હતો. દિવસનો કારોબાર આગળ વધે એમ બજારમાં વધુ હલચલ જોવા મળી શકે છે.
શરૂઆતના કારોબારમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV)ના શેમાં 7% નો ઘટાડો નોંધાયો હતો, જો કે ત્યાર બાદ તે રીકવર થઇ રહ્યો છે.
આ પણ વાંચો…ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી: આટલા વધારા સાથે લિસ્ટિંગ થયું



