Top Newsશેર બજાર

ઉછાળા સાથે શરૂઆત બાદ ભારતીય શેર બજાર ગબડ્યું: આ શેરોમાં તેજી જોવા મળી

અઠવાડિયાની શરૂઆતમાં ભારતીય શેર બજારની શરૂઆત વધારા સાથે થઇ, પરંતુ થોડી વારમાં જ માર્કેટ રેડ ઝોનમાં જતું રહ્યું હતું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 85,690 પર ખુલ્યો. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 32 પોઈન્ટના વધારા સાથે 26,205 પર ખુલ્યો.

સવારે 9.55 વાગ્યે સેન્સેક્સ 154.13 પોઈન્ટ્સ (0.18%) અને નિફ્ટીમાં 29.75 પોઈન્ટ્સ(0.11%)ના ઘટાડો નોંધાયો છે.

આજે નિફ્ટી પર શરુઆતના કારોબારમાં ONGC, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને NTPCના શેરોમાં વધરો નોંધાયો, જ્યારે મેક્સ હેલ્થકેર, TCS, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ અને ICICI બેંકના શેરોમાં ઘટાડો નોંધાયો.

શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર ટ્રેડ થઈ રહ્યા છે. સેકટોરરીયલ ટ્રેડ પર નજર કરીએ તો આઈટી ઇન્ડેક્સમાં 1% નો ઘટાડો નોંધાયો, જ્યારે મેટલ, પીએસયુ બેંકો અને ઓઈલ બેન્ડ ગેસ સેક્ટરમાં 0.5%નો વધારો નોંધાયો.

ગઈ કાલે સોમવારે ભારતીય શેરબજારોમાં મોટો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 638 પોઈન્ટના વધારા સાથે 85,567.48 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી-50 206 પોઈન્ટના વધારા સાથે 26,172.40 પર બંધ થયો હતો.

યુએસ મર્કેટમાં તેજી:
ગઈ કાલે સોમવારે યુએસ મર્કેટમાં તેજી નોંધાઈ હતીઓ. S&P 500 43.99 પોઈન્ટ(0.6%)ના વધારા સાથે 6,878.49 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 227.79 પોઈન્ટ(0.5%)ના વધારા સાથે 48,362.68 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 121.21 પોઈન્ટ (0.5%)ના વધારા સાથે 23,428.83 પર બંધ થયો હતો.

એશિયન બજારોમાં આજે પણ રોનક:
એશિયન બજારોમાં આજે શરૂઆતના કારોબારમાં રોનક જોવામાં મળી રહી છે. MSCI Inc. નો એશિયા પેસિફિક ઇક્વિટી ઇન્ડેક્સમાં 0.3%નો વધરો નોંધાયો. જાપાનના ટોપિક્સમાં 0.6%, હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ 0.4% અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.5%નો વધારો નોંધાયો. યુ.એસ. ઇક્વિટી ફ્યુચર્સ પણ વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં. યુરો સ્ટોક્સ-50 ફ્યુચર્સમાં 0.3%નો ઘટાડો નોંધાયો, જે સંકેત આપે છે કે યુરોપિયન બજારો ઘટાડા સાથે ખુલી શકે છે.

આપણ વાંચો:  ફેડરલના રેટકટના પ્રબળ આશાવાદમાં વિશ્વ બજાર પાછળ આઈટી, ઑટો અને મેટલ શૅરોમાં રોકાણકારોની આક્રમક લેવાલી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button