ભારતીય શેરબજારમાં તેજીના સંકેત , સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. જેમાં શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 175.31 પોઈન્ટ વધીને 80,912.82 પર ટ્રેડ થયો. જ્યારે નિફ્ટી 47.20 પોઈન્ટ વધીને 24,589.70 પર ટ્રેડ થયો. સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક, એટરનલ, ભારતી એરટેલ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ઇન્ડસઇન્ડ બેંક 0.93 ટકાના વધારા સાથે ટોચ પર હતી. જ્યારે ટાટા મોટર્સ, ટીસીએસ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એશિયન પેઇન્ટ જેવા શેરમાં ઘટાડો થયો હતો. જેમાં ટાટા મોટર્સ 0.65 ટકા ઘટ્યા હતા.
એશિયન બજારોમાં પણ ઉછાળો
અમેરિકન બજારોમાં ટેક શેરોમાં ઉછાળાને કારણે બુધવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.83 ટકા વધ્યો. જ્યારે, ટોપિક્સ ઇન્ડેક્સ 0.47 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.57 ટકા વધીને 10 મહિનાની ટોચે પહોંચ્યો છે.જ્યારે કોસ્ડેક 1.06 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.
વોલ સ્ટ્રીટમાં પણ વધારો
યુએસ શેરબજાર મંગળવારે વધારો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 214.16 પોઈન્ટ વધીને 42,519.64 પર બંધ થયો હતો. જ્યારે S&P 500 34.43 પોઈન્ટ વધીને 5,970.37 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 156.34 પોઈન્ટ વધીને 19,398.96 પર બંધ થયો હતો.
આ પણ વાંચો….શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 466 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ વધારો