શેરબજારે દિવાળીના દિવસે શુભ શરૂઆત નોંધાવી; આ શેરોમાં મોટો ઉછાળો, જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડીંગ | મુંબઈ સમાચાર
Top Newsશેર બજાર

શેરબજારે દિવાળીના દિવસે શુભ શરૂઆત નોંધાવી; આ શેરોમાં મોટો ઉછાળો, જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડીંગ

મુંબઈ: આજે દિવાળીના દિવસે ભારતીય શેરબજારમાં રોનક જોવા મળી રહી છે, બજારે વધારા સાથે ગ્રીન સિગ્નલમાં કારોબાર શરુ કર્યો. આજે સોમવારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 317.11 પોઈન્ટ (0.38%) ના વધારા સાથે 84,269.30 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 114.75 પોઈન્ટ (0.45%) ના વધારા સાથે ખુલ્યો 25,824.60 પર ખુલ્યો.

આજે સેન્સેક્સની 30 માંથી 26 કંપનીઓના શેર વધારા અને 4 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા. જ્યારે નિફ્ટી-50 ની 50 માંથી 46 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને બાકીની 4 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા.

સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર આજે સૌથી વધુ 2.45% ના વધારા સાથે ખુલ્યા હતા અને ICICI બેંકના શેર સૌથી વધુ 2.51%ના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.

શેરોમાં વધારો અને ઘટાડો:
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા બેંકના શેર 2.23 %, એક્સિસ બેંક 2.15 %, બજાજ ફાઇનાન્સ 1.28 %, ટાઇટન 1.18 %, બજાજ ફાઇનાન્સ 1.17 %, ઇન્ફોસિસ 1.05 %, ભારતી એરટેલ 0.86 %, L&T 0.79 %, HDFC બેંક 0.75 %, SBI 0.74 %, BEL 0.73 %, TCS 0.65 %, સન ફાર્મા 0.65 %, અદાણી પોર્ટ્સ 0.64 %, મારુતિ સુઝુકી 0.61 %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.56 %, પાવરગ્રીડ 0.54 %, ટાટા મોટર્સ 0.52 %, ITC 0.44 %, HCL ટેક 0.44 %, હિન્દુસ્તાન યુનિલિવર 0.42 % અને એશિયન પેઇન્ટ્સ 0.26 %, ઇટરનલના શેર 0.19 %, NTPC 0.13 % અને ટ્રેન્ટ 0.05 %ના વધારા સાથે ખુલ્યા.

સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેર 0.38 %, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 0.24 % અને ટેક મહિન્દ્રાના શેર 0.09%ના ઘટાડા સાથે ખુલ્યા.

ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ?
આજે દિવાળી દિવસે પણ ભારતીય શેરબજાર સામાન્ય દિવસોની જેમ જ ખૂલું રહેશે. જ્યારે આવતી કાલે પડતર દિવસે બજારમાં બપોરે 1.45 થી 2.45 સુધી એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે અને બુધવારે નવા વર્ષના દિવસે બજાર બંધ રહેશે.

આપણ વાંચો:  એફપીઆઈના ત્રણ મહિનાના બાહ્ય પ્રવાહને બે્રક, ઑક્ટોબરમાં રૂ. 6480 કરોડનો આંતરપ્રવાહ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button