શેર બજાર

શેરબજાર તૂટ્યું: સેન્સેક્સ 85,000 અને નિફ્ટી 26,000 નીચે, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે

મુંબઈ: આજે ભારતીય શેર બજારે સપાટ શરૂઆત નોંધાવી હતી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 12 પોઈન્ટના વધારા સાથે 85,150 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 27 પોઈન્ટના ઘટાડા સાથે 26,004 પર ખુલ્યો.

સપાટ શરૂઆત બાદ શરૂઆતમાં કારોબારમાં શેર બજારમાં ઘટાડો નોંધાયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 85,000ની નીચે અને નિફ્ટી 26,000ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, યુએસ અમેરિકન ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. યુએસ ડોલર સામે રૂપિયો 90.13 ની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

શરૂઆતના કારોબારમાં FMCG, PSU બેંકો અને ઓટો સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો નોંધાયોમ, જ્યારે IT, ફાર્મા અને મેટલ શેરો સ્થિર રહ્યા.

સવારે 10 વાગ્યે સેન્સેક્સ 232.06(0.27%) પોઈન્ટ્સના ઘટાડા સાથે 84,906.21 પર અને નિફ્ટી 87.55 (0.34%)ના ઘટાડા સાથે 25,944.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં તેજી:
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે યુએસ બજારોમાં સતત છઠ્ઠી વખત વધારા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.39% અને નાસ્ડેકમાં 0.59%નો વધારો નોંધાયો હતો.

આજે બુધવારે સવારે એશિયન બજારોમાં વધારો નોંધાયો હતો. જાપાનના નિક્કીમાં 0.75% અને દક્ષિણ કોરિયાનો કોસ્પીમાં 0.82%નો વધરો નોંધાયો.

આપણ વાંચો:  ભારતીય શેરબજારમાં આ સાત શેરોએ રોકાણકારોને આપ્યું 823 ટકા સુધીનું વળતર, જાણો વિગતે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button