Top Newsશેર બજાર

શેરબજારમાં મંગળમય શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, જાણો કયા શેરોમાં છે તેજી…

મુંબઈ: ગત અઠવાડિયે રોકાણકારોને નિરાશ કર્યા બાદ આ અઠવાડિયાની શરુઆત સારી રહી છે. ગઈ કાલે વધારા સાથે બંધ થયા બાદ આજે મંગળવારે ભારતીય શેર બજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 201 પોઈન્ટના વધારા સાથે 84,079 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 107 પોઈન્ટના વધારા સાથે 25,897 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં ONGC, HDFC બેંક, ટેક મહિન્દ્રા, હિન્ડાલ્કો અને HCL ટેકના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો. L&T, મેક્સ હેલ્થકેર, ટાટા સ્ટીલ, ઇન્ટરગ્લોબ એવિએશન અને સિપ્લા શેરોમાં ઘટાડો નોંધાયો.

સતત પાંચ દિવસ સુધી ઘટાડા બાદ સોમવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 301.93ના વધારા સાથે 83,878.17 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 106.95 પોઈન્ટના વધારા સાથે 25,790.25 પર બંધ થયો હતો.

એશિયન બજારોમાં તેજી:
આજે એશિયન બજારોમાં શરૂઆતનાં કારોબારમાં તીજી જોવા મળી રહી હતી. જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 3.4 ટકાનો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 2.13 ટકાનો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ કોસ્પીમાં 0.62 ટકાનો વધારો નોંધાયો અને કોસ્ડેકમાં 0.30 ટકાનો ઘટાડો નોંધાયો.

યુએસ બજાર ઉછાળા સાથે બંધ:
યુએસ શેરબજાર સોમવારે વધારા સાથે બંધ થયા હતાં. S&P 500 અને ડાઉ જોન્સ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 86.13 પોઈન્ટ(0.17 ટકા)ના વધારા સાથે 49,590.20 પર બંધ થયો હતો, જ્યારે S&P 500 10.99 પોઈન્ટ(0.16 ટકા)ના વધારા સાથે 6,977.27 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 62.56 પોઈન્ટ(0.26 ટકા)ના વધારા સાથે 23,733.90 પર બંધ થયો હતો.

ક્રૂડ ઓઇલના એક મહિનાની ટોચે:
ક્રૂડ ઓઇલના ભાવ એક મહિનાની ટોચે પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.69 ટકા વધીને $64.29 પ્રતિ બેરલ થયું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 0.71 ટકા વધીને $59.92 થયું.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button