ટ્રમ્પના ટેરીફની ભારતીય શેર બજાર પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો

મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો ટેરીફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. જેની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. આજે ગુરુવારે સવારે ભારતીય શેરબજાર ઘટાડા (Indian stock market opening) સાથે ખુલ્યું. આજે સવારે બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 281.01 પોઈન્ટ (0.35%) ના ઘટાડા સાથે 80,262.98 પોઈન્ટ ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જનો(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 110.00 પોઈન્ટ (0.45%) ના ઘટાડા સાથે 24,464.20 પોઈન્ટ પર ખુલ્યો.
આજે શરૂઆતમાં કારોબારમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 4 કંપનીઓના શેરોએ વધારા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડીંગ શરુ કર્યું, જ્યારે બાકીની 26 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી માત્ર 10 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા અને બાકીની 40 કંપનીઓના શેર રેડ ઝોનમાં ઘટાડા સાથે ખુલ્યા.
વધારા/ઘટાડા સાથે શેરોની ઓપનીંગ:
સેન્સેક્સ પર મારુતિ સુઝુકીના શેર આજે સૌથી વધુ ૦.36 ટકાના વધારા સાથે ખુલ્યા અને કોટક મહિન્દ્રા બેંકના શેરે આજે સૌથી વધુ 1.21 ટકાના ઘટાડા સાથે વેપાર શરુ કર્યો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વના શેર 0.32 ટકાના વધારા સાથે, ITCના શેર 0.11 ટકાના વધારા સાથે અને HDFC બેંકના શેર 0.04 ટકાના વધારા સાથે ખુલ્યા.
સેન્સેક્સ પર ઘતાસા સાથે ખુલેલા શેરો પર નજર કરીએ તો ટાટા સ્ટીલના શેર 0.98 ટકા, અદાણી પોર્ટ્સ 0.97 ટકા, એટરનલ 0.84 ટકા, SBI 0.82 ટકા, ટાટા મોટર્સ 0.65 ટકા, ટ્રેન્ટ 0.64 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.61 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.57 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, BEL 0.51 ટકા, બજાજ ફાઇનાન્સ 0.43 ટકા, L&T 0.43 ટકા, ભારતી એરટેલ 0.41 ટકા, HCL ટેક 0.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.34 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.32 ટકા, NTPC 0.30 ટકા, TCS 0.29 ટકા, એક્સિસ બેંક 0.20 ટકા, ઇન્ફોસિસ 0.19 ટકા, સન ફાર્મા 0.18 ટકા, ટેક મહિન્દ્રા 0.13 ટકા, ટાઇટન 0.13 ટકા, પાવર ગ્રીડ 0.11 ટકા અને ICICI બેંકના શેરે 0.04 ટકાના ઘટાડા સાથે વેપાર શરુ કર્યો.
આપણ વાંચો: આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પૂર્વે શેરબજારની ફ્લેટ શરુઆત