બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં ખુલ્યા! વૈશ્વિક સંકેતોની અસર

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઇ. નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 77 પોઈન્ટ ઘટીને 25,801 પર ખુલ્યો, જ્યારે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 231 પોઈન્ટ ઘટીને 84,247 પર ખુલ્યો. રાજકીય અનિશ્ચિતતા અને નબળા વૈશ્વિક સંકેતોએ સ્થાનિક સેન્ટિમેન્ટ પર અસર કરી.
આજે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, જેના પર દેશભરના લોકોની નજર છે. આ પરિણામોની અસર શેરબજાર પર પણ જોવા મળી શકે છે.
ભારતીય બજાર પર વૈશ્વિક સંકેતોની અસર જોવા મળી રહી છે. ગુરુવારે યુએસ શેર બજારોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. નાસ્ડેક કમ્પોઝિટ 2.29% ઘટીને 22,870.36 પર બંધ થયો. આ ઘટાડાની સીધી અસર એશિયન સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે. આજે શુક્રવારે એશિયન બજારોમાં પણ ઘટાડા સાથે ખુલ્યા. જાપાનનો નિક્કી-225 1.85%, ટોપિક્સ 1.03%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.29% અને કોસ્ડેક 1.42%ના ઘટાડા સાથે ખુલ્યો.
શુક્રવારે સવારે યુએસ ડોલર ઇન્ડેક્સ (DXY) 99.30 પર સ્થિર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી: આટલા વધારા સાથે લિસ્ટિંગ થયું



