શેર બજાર ખુલતાની સાથે રોકાણકારોના રૂ. 4.42 લાખ કરોડ ધોવાયા; ટ્રમ્પની જાહેરાતની અસર

મુંબઈ: ભારતના ઉત્પાદનો પર અમેરિકામાં 25 ટકા ટેરીફ લાદવાની ટ્રમ્પ જાહેરાતથી ભારતના વિદેશ વેપાર પર મોટો ફટકો પડે એવી શક્યતા છે, જેની અસર ભારતના શેર બજાર પર જોવા મળી રહી છે. આજે ગુરુવારે ભારતીય શેબજાર મોટા ઘટાડા સાથે (Indian stock market opening) ખુલ્યું. શરૂઆતમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 540 પોઈન્ટથી વધુ તુટ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી પણ 160 પોઈન્ટથી વધુ ઘટ્યો.
ટેરિફને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોના 4.42 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા.
સવારે 10.05 વાગ્યે BSE સેન્સેક્સ 643 પોઈન્ટના ઘટાડા સાથે 80,838.57 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી પણ 192.75 પોઈન્ટ ઘટીને 24,662.30 પર ટ્રેડ કરી રહ્યો હતો.
શરૂઆતના સેશનમાં નિફ્ટી પર સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને ટાઇટન કંપનીમાં જોવા મળ્યો. જ્યારે જિયો ફાઇનાન્શિયલ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને ટાટા સ્ટીલ નિફ્ટીના સૌથી વધુ વધારો નોંધાયો.
સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી, ફક્ત 5 શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ વધારો એટરનલ, પાવરગ્રીડ અને ટાટા સ્ટીલમાં જોવા મળી રહ્યો છે. જ્યારે સૌથી વધુ ઘટાડો ભારતી એરટેલના શેરોમાં નોંધાયો છે.
આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી, શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઘટાડા સાથે ખુલ્યા, જ્યારે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ વધારા સાથે ખુલ્યો ઝોનમાં હતો.
બુધવારે યુએસ બજારો મોટાભાગે ઘટાડા સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.19 ટકા ઘટીને $73.10 પ્રતિ બેરલ પર બંધ થયું હતું.
આપણ વાંચો: એનએસડીએલનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો પ્રાઈસ બેન્ડ અને જીએમપી…