શેર બજારની તેજી પર લાગી બ્રેક! સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા

મુંબઈ: ભારતીય શેર બજારમાં છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહેલી તેજી પર આજે ગુરુવારે બ્રેક લાગી છે. આજે સવારે શેર બજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 94.43 પોઈન્ટના ઘટાડા સાથે 84,372.08 પર ખુલ્યો જ્યારે, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 31.80 પોઈન્ટના ઘટાડા સાથે 25,844.00 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં સેકટોરલ ઇન્ડેક્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મેટલ સેક્ટરમાં તેજી જોવા મળી, પરંતુ IT અને પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.
શરૂઆતના કારોબારમાં IT ઇન્ડેક્સમાં 0.34%નો ધટાડો નોંધાયો, જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 1.17%નો ઘટાડો નોંધાયો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 0.91%નો વધારો નોંધાયો, જ્યારે મીડિયા ઇન્ડેક્સમાં 0.43%નો વધારો થયો હતો.
ઓટો, ઓઇલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં થોડો ઘટાડો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંક, એનર્જી, એફએમસીજી, ઇન્ફ્રા, ફાર્મા, પીએસયુ બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી ન હતી.
આજે શરૂઆતના કારોબારમાં રોકાણકારોએ સાવચેતી દાખવી રહ્યા છે, જેને કારણે બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે.
ઓક્ટોબરમાં દેશનો છૂટક ફુગાવાનો દર ઘટીને 0.25% પર પહોંચ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને RBI ડિસેમ્બરમાં વ્યાજ દરમાં વધુ ઘટાડો કરી શકે છે.
આ પણ વાંચો…ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી: આટલા વધારા સાથે લિસ્ટિંગ થયું



