શેર બજાર

Stock Marketમાં હરિયાળી, સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો…

Stock Market Opening Today:સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવારે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. સતત સાતમાં સત્રના કારોબોરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 311 પોઇન્ટના વધારા સાથે 78296.28 પર ખૂલ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 0.39 ટકાના વધારા સાતે 23,751.50 પર ખૂલ્યો હતો.

અલ્ટ્રાટેક, એચલીસએચ ટેક, ટીસીએસ, બજાજ ફિનસર્વ, કોટક બેંક, મારુતિ, બજાજ ફાયનાન્સ, પાવર ગ્રિડ, એનટીપીએસ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, એક્સિસ બેંક વધારા સાથે ખૂલ્યા હતા.

આ પણ વાંચો:ઓલા ઇલેક્ટ્રિકના માર્કેટ કેપિટલમાં રૂ. ૧,૬૦૧ કરોડનું ધોવણ

જ્યારે એશિયન પેઇન્ટ્સ, આઈસીસીઆઈઆઈ બેંક, ટાટા સ્ટીલ, સન ફાર્મા, રિલાયન્સના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા.

ભારતીય શેરબજારમાં અચાનક કેમ આવી તેજી?
એક્સપર્ટના કહેવા મુજબ, ગત સપ્તાહે યુએસ ફેડની બેઠક પછી RBI દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા, સ્થાનિક અને વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી અને ભારતીય અર્થતંત્રની મજબૂતાઈના મોર્ગન સ્ટેનલીના અંદાજ વચ્ચે શેરબજારમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચને અપેક્ષા છે કે આગામી બે નાણાકીય વર્ષ – નાણાકીય વર્ષ 26 અને નાણાકીય વર્ષ 27 – માં મૂડી ખર્ચમાં વધારો થશે. તેમણે કહ્યું કે 2024 ના બીજા ક્વાર્ટરમાં દેશનો GDP ઘટીને 5.4 થયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2024-2025 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 6.2 ટકા રહી હતી. હવે 2025 ના ચોથા ક્વાર્ટરમાં પણ વધુ સારા પરિણામોની અપેક્ષા છે. શેરબજારમાં તેજી પાછળ આ પણ એક મોટું કારણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button