શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સ-નિફ્ટીનીમાં ઉતાર ચઢાવ, વૈશ્વિક વલણોની અસર

મુંબઈ: અઠવાડિયાના અંતે ભારતીય શેરબજારમાં મિશ્ર વલણ દેખાઈ રહ્યું છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 71 પોઈન્ટ વધીને 85,791 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)ની ઇન્ડેક્સ નિફ્ટી 21 પોઈન્ટ વધીને 26,237 પર ખુલ્યા. સામાન્ય શરૂઆત બાદ બંને ઇન્ડેક્સમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ પર ટાઇટન કંપની, મારુતિ સુઝુકી, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ અને ઓએનજીસીના શેરમાં સૌથી વધુ વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે, એશિયન પેઇન્ટ્સ, મેક્સ હેલ્થકેર, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને એલ એન્ડ ટીમાં ધાતાડો નોંધાઈ રહ્યો છે.
સવારે 10.26 વાગ્યે સેન્સેક્સ 44.26(0.052%)ના વધારા સાથે 85,764.64 પર ટ્રેડ કરી રહ્યો હતો, જયારે નિફ્ટી-50 5.95 (0.023%)ના વધારા સાથે 26,221.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં મિશ્ર વલણ:
ગુરુવારે યુએસ સ્ટોક માર્કેટ સ્થિર રહ્યા હતાં, જેની અસર આજે એશિયન શેર માર્કેટ્સના શરૂઆતના કારોબારમાં જોવા મળી હતી. શુક્રવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ નોંધાયું. શરૂઆતના કારોબારમાં જાપાનના નિક્કી-225 0.25 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સ સ્થિર રહ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.95 ટકાનો ઘટાડો નોંધાયો અને કોસ્ડેકમાં 1.66 ટકાનો ઘટાડો નોંધાયો.
ગુરુવારે ભારતીય શેરબજારના ઇન્ડેક્સ ઇન્ટ્રાડે ટ્રેડમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતાં. સેન્સેક્સ 110 પોઈન્ટ વધીને 85,720 પર બંધ થયો હતો. નિફ્ટી-50 10 પોઈન્ટ વધીને 26,215 પર બંધ થયો હતો..



