શેરબજારમાં અધધધ ૪૦૦૦ પોઈન્ટનો કડાકો…

મુંબઇ: વિશ્વભરના શેરબજારમાં ટ્રમ્પ ના કરતૂતને કારણે મહાભયાનક કડાકાના ભૂકંપનો માહોલ સર્જાયો છે અને તેમાં ભારતીય બજાર પણ બાકાત નથી. આજે સેન્સેકસ ૩૯૦૦ પોઇન્ટથી મોટા કડાકામાં સપડાયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૮૦૦થી નીચે ખાબક્યો છે. રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૨૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારના સત્રની શરૂઆત ભારે નુકસાન સાથે કરી હતી, જે વૈશ્વિક બજારમાં વેચવાલીનું પ્રતિબિંબ છે.
યુ.એસ.માં વ્યાપારી તણાવ અને વધતી જતી મંદીની ચિંતાઓને કારણે વૈશ્વિક બજારના રૂટને પગલે, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, સોમવારે નોંધપાત્ર નુકસાન સાથે ખુલ્યા હતા.
ખુલતા સત્રમાં જ તમામ BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ₹19.4 લાખ કરોડ ઘટીને ₹383.95 લાખ કરોડ થઈ હતી. તમામ ક્ષેત્રિય શેર ઇન્ડેક્સ રેડ ઝોનમાં ગરકાવ થઈ ગયા છે.
આ પણ વાંચો: સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
ભારતીય બજારો સપ્તાહમાં તીવ્ર ધોવાણ સાથે બંધ રહ્યા હતા, પ્રમુખ ટ્રમ્પના પ્રતિશોધકારી ટેરિફ દ્વારા ગ્લોબલ ટ્રેડ વોરને આહવાન આપ્યું હોવાથી વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો ભય ફરી ઊભો કર્યો હતો.
GIFT નિફ્ટી 830 પોઈન્ટ નીચે સરકી ગયો હોવાથી તેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.
વૈશ્વિક સૂચકાંકો વ્યાપક ગભરાટનો પડઘો પાડે છે, અને તકનીકી સૂચકાંકો આગળ વધુ મંદી તરફ નિર્દેશ કરે છે. જોકે નબળા એકંદર સેન્ટિમેન્ટ હોવા છતાં, ઇમામી અને રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેર જેવા પસંદગીના શેરમાં લેવાલી જોવાઈ હતી. જોકે વ્યાપક માર્કેટ બ્રેડ્થ મંદીમાં ફેરવાઈ ગઈ છે અને નિષ્ણાતો માને છે કે આ અસર એકાદ મહિના સુધી રહેવાની સંભાવના છે.