ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 147 પોઇન્ટનું ગાબડું

મુંબઇ : ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે ખૂલતાની સાથે જ ગણતરીના મિનિટના ઘટાડા સાથે ટ્રેડ થવા લાગ્યું છે. જેમાં શરૂઆતી ટ્રેડમાં સેન્સેક્સ 341 પોઇન્ટના ઘટાડા સાથે 80,989 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 103 પોઇન્ટ ઘટાડા સાથે 24563 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે, તેની બાદ સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 147 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના ટોચના શેરોમાં જેએસડબલ્યુ, સ્ટીલ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને આઇશર મોટર્સ જેવા શેરોનો સમાવેશ થાય છે.
સેન્સેકસના શેરોમાં વધારો ઘટાડો
સેન્સેક્સના શેરોની વાત કરીએ તો અદાણી પોર્ટ્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટર્બો, એચસીએલ ટેક અને ભારતી એરટેલ શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળ્યો. જ્યારે બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ અને સન ફાર્મા જેવા શેરમાં ઘટાડો જોવા મળ્યો. જેમાં ઇન્ડસઇન્ડ બેંક લગભગ 1.64 ટકા ઘટ્યો હતો.
એશિયન બજારોમાં ઘટાડો
એશિયન બજારોમાં ગુરુવારે પાંચ સત્રોમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો. જ્યારે યુએસ બજારો વઘારા સાથે બંધ થયા. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં થોડી રાહતને કારણે ગુરુવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.90 ટકા ઘટ્યો, અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.75 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.29 ટકા ઘટ્યો અને સ્મોલ-કેપ શેરોને ટ્રેક કરતો કોસ્ડેક 0.37 ટકા ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.24 ટકા ઘટ્યો. હોંગકોંગમાં, હેંગ સેંગ ઇન્ડેક્સ 0.42 ટકા ઘટ્યો અને ચીનનો CSI 300 મોટાભાગે યથાવત રહ્યો.
અમેરિકન બજારમાં મજબૂતાઈ
અમેરિકન શેરબજાર માટેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, S&P 500મા મજબૂતાઈ જોવા મળી. જે 0.10 ટકાના વધારા સાથે 5,892.58 પર બંધ થયો. આ દરમિયાન, નાસ્ડેક કમ્પોઝિટ 0.72 ટકા વધીને 19,146.81 પર બંધ થયો. તેનાથી વિપરીત ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 89.37 પોઈન્ટ અથવા 0.21 ટકા ઘટીને 42,051.06 પર બંધ થયો.
વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ છતાં સ્થાનિકમાં રૂ. 383નો ઘટાડો, ચાંદી રૂ. 461 વધી…