ટ્રમ્પે ફાર્મા પર ટેરિફ લાદતા ભારતીય શેરબજારમાં કડાકો! સેન્સેક્સ-નિફ્ટી આટલા ઘટ્યા

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે રેડ સિગ્નલમાં થઇ. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સ પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાતની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો નિફ્ટી રેડ સિગ્નલમાં ખુલ્યા હતાં.
આજે બજાર ખુલ્યા બાદ શરૂઆતના કારોબાર વાગ્યે સેન્સેક્સ 323.22 પોઈન્ટ ઘટીને 80,836.46 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટી 97.45 પોઈન્ટ ઘટીને 24,793.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સના શેરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે L&T, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ અને ONGC ના શેરોમાં વધારો નોંધાયો હતો.
આજે શરૂઆતના કારોબારમાં તમામ સેકટોરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. IT અને ફાર્મામાં 1 થી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.7% અને BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો નોંધાયો હતો.
આજે શુક્રવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો તેના સર્વકાલીન નીચલા સ્તરથી 6 પૈસા સુધારીને 88.70 પર પહોંચ્યો હતો.
યુએસ બજારો ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા હતાં, આજે શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી, ચીનના શાંઘાઈ SSE અને હોંગકોંગના હેંગ સેંગ રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા છે.
આપણ વાંચો: આજે બજારમાં ધમાલ: એકસાથે ૧૦ IPO ખડકાયા