ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું! સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો

મુંબઈ: આજે અઠવાડિયાના બીજા ટ્રેડીંગ દિવસે પણ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્ષ સેન્સેક્સ 57.87 પોઈન્ટ (0.07%) ના ઘટાડા સાથે 82,102.10 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ 32.85 પોઈન્ટ (0.13%) ના ઘટાડા સાથે 25,169.50 પોઈન્ટ પર બંધ થયો. યુએસના H-1 B વિઝા પર લગાવવામાં આવેલી ઉંચી ફીની અસર ભારતની IT કામોનીઓના શેરો પર થઇ રહી છે, આજે પણ IT શેરમાં ઘટાડો નોંધાયો.
આજે મંગળવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 12 શેરના ભાવના વધારો નોંધાયો, જ્યારે 17 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો, જ્યારે એક શેરમાં આજે કોઈ વધારો કે ઘટાડો ન નોંધાયો. નિફ્ટી 50-ની 50 કંપનીઓમાંથી 19 શેર વધારા સાથે બંધ થયા, જ્યારે 31 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા.
અહેવાલ મુજબ આજે સેન્સેક્સ પર એક્સિસ બેંકના શેર સૌથી વધુ વધારો નોંધાયો, એક્સિસ બેંકના શેરમાં 2.32 ટકાનો વધારો નોંધાયો. જ્યારે, ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ 2.34 ટકાના ઘટાડો નોંધાયો.
આ શેરોમાં વધારો નોંધાયો:
સેન્સેક્સ પરના શેર પર નજર કરીએ તો, બજાજ ફાઇનાન્સમાં 1.94 %, મારુતિ સુઝુકી 1.83%, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1.81 %, કોટક મહિન્દ્રા બેંક 1.55 %, ટાટા સ્ટીલ 1.11 %, NTPC 1.11 %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.89 %, ટાટા મોટર્સ 0.78 %, પાવરગ્રીડ 0.65%, L&T 0.55 % અને બજાજ ફિનસર્વ 0.54 %ના વધારા સાથે બંધ થયા.
આ શેરોમાં ઘટાડો નોંધાયો;
મંગળવારે ટેક મહિન્દ્રાના શેર 2.07 %, હિન્દુસ્તાન યુનિલિવર 1.94 %, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.90 %, એશિયન પેઇન્ટ્સ 1.42 %, ઇટરનલ 0.98 %, ITC 0.92 %, સન ફાર્મા 0.78 %, ભારતી એરટેલ 0.74 %, HCL ટેક 0.74 %, HDFC બેંક 0.65 %, ટાઇટન 0.51 %, BEL 0.49 %, ICICI બેંક 0.49 %, TCS 0.38 %, અદાણી પોર્ટ્સ 0.21 % અને ઇન્ફોસિસ 0.16 % ઘટ્યા હતા.
ગઈ કાલે સોમવારે સેન્સેક્સ 466.26 પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે 82,159.97 પોઈન્ટ પર બંધ થયો અને નિફ્ટી 124.70 પોઈન્ટના ઘટાડા સાથે 25,202.35 પોઈન્ટ પર બંધ થયો. હવે રોકાણકારોને આશા છે કે આવતી કાલે બજારમાં સારા સંકેતો જોવા મળે.
આ પણ વાંચો…વોલસ્ટ્રીટની તેજી પાછળ એશિયાઇ બજારોમાં તેજીમય કરંટ