શેર બજાર

ભારત પાકિસ્તાન તણાવની શેરબજાર પર પણ અસર, બે દિવસમાં 7 લાખ કરોડનું ધોવાણ

મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર શેરબજારમાં પણ જોવા મળી. જેમાં  છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોની સંપત્તિમાં 7 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. આ  બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન બજારમાં ઉથલપાથલ છે. શેરમાં સતત વેચાણ જોવા મળી રહ્યું છે.

રોકાણકારોની ચિંતા વધી હતી

જેમાં સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે નિફ્ટી 265.80 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને 24,008 પર બંધ થયો. જ્યારે સેન્સેક્સમાં પણ સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો, જે બંને દેશો વચ્ચેના તણાવના આ વાતાવરણમાં રોકાણકારોની ચિંતા વધી હતી. જેમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો દ્વારા શેર વેચવાને  માર્કેટ કેપ 7,09,783.32 કરોડ રૂપિયા ઘટીને 4,16,40,850.46 કરોડ રૂપિયા  થયું.

રોકાણકારો સ્થાનિક ઇક્વિટીથી દૂર રહ્યા

ગુરુવારે રાત્રે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ અને અન્ય વિસ્તારોમાં લશ્કરી સ્થાનોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલાઓ અને ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ સંઘર્ષ તીવ્ર બન્યો હતો. નિષ્ણાતોના મતે ભારત-પાકિસ્તાન સંઘર્ષને કારણે વધતા તણાવને કારણે રોકાણકારો સ્થાનિક ઇક્વિટીથી દૂર રહ્યા છે.

આ ક્ષેત્રમાં સૌથી મોટો ઘટાડો

જો આપણે સેક્ટર મુજબ  વાત કરીએ તો  રિયલ્ટી ઇન્ડેક્સમાં મહત્તમ 2.08 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેની બાદ નાણાકીય સેવાઓ, વીજળી, બેંકો, FMCG અને સેવાઓમાં ઘટાડો થયો. જોકે, ભારતના વ્યૂહાત્મક ફાયદા અને પાકિસ્તાનની આર્થિક નબળાઈને જોતાં રોકાણ હજુ પણ થોડા સમય માટે જ વધવાની અપેક્ષા છે.અસ્થિરતા છતાં  ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય શેરબજારમાં ખરીદી કરી હતી.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button