
ટાટા ગ્રુપની એક કંપની મર્જ થવા જઈ રહી છે અને આ કંપનીનું નામ છે ટાટા કોફી લિમિટેડ. શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની કોલકાતા બેન્ચ દ્વારા ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટીસીપીએલ બ્રેવરીજ એન્ડ ફૂડના મર્જરને મંજૂરી આપી દીધી છે. સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ એવું જણાવ્યું છે કે કોલકતાની બેન્ચ દ્વારા આ નિર્ણય 10મી નવેમ્બરના જ આપવામાં આવી છે પણ કંપનીને આદેશની કોપી પહેલી ડિસેમ્બર એટલે કે ગઈકાલે જ મળી છે.
કંપની કેમ મર્જ કરવામાં આવી રહી છે અને કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે કંપનીને વિવિધ કારણોસર મર્જ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને મેનેજમેન્ટ અને પરિચાલનને સરળ અને મજબૂત બનાવવાનો છે. હાલમાં કંપની દુનિયાભરમાં ખાદ્યપદાર્થ અને પીણા બનાવીને વેચે છે. ટાટા કોફી અને તેની સહાયક કંપનીઓનું પરિચાલન ઈન્સ્ટેન્ટ કોફી, બ્રાન્ડેડ કોફી અને બગીચાના બિઝનેસમાં છે.
બીજી બાજું ટાટા કોફીને વિયેટનામમાં સંપૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપનીની ક્ષમતાના વિસ્તાર માટે નિર્દેશક મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે કંપનીની ક્ષમતા વિસ્તાર માટે આશરે 450 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. વિયેટનામની આ કંપનીની હાલની ક્ષમતા આશરે 5000 ટન જેટલી છે.
ટાટા કોફીના શેર શુક્રવારે 0.59 ટકાના ઉછાળા સાથે બંધ થયા હચા. અત્યાર સુધી ટાટાની આ કંપનીની શેર પ્રાઈઝ 279.55 રૂપિયા છે. જ્યારે છ મહિનામાં આ સ્ટોક આશરે 22 ટકા ઉપર ગયો છે. 52મા અઠવાડિયાનો ઉચ્ચ સ્તર 282.80 ટકા પ્રતિ શેર છે. કંપનીની માર્કેટ કેપ 52.26 અબજ રૂપિયા છે.