
મુંબઈ : અમેરિકાના ટેરિફ વોરની અસરથી ભારતીય શેરબજારમા ભારે અફડા તફડી જોવા મળી છે. જેમા આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 3914.75ના વિક્રમી ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આજે 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. આજે ઘણી મોટી કંપનીઓના શેર 10-10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. આ શેરબજારના કોરોના બાદનો સૌથી મોટો કડાકો છે. જેના લીધે રોકાણકારોના નિરાશા જોવા મળી રહી છે.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો
આજે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 1 કંપનીનો શેર વધારા સાથે ખુલ્યો અને અન્ય બધી 29 કંપનીઓના શેર ઘટાડા ખુલ્યા. બીજી તરફ નિફ્ટીની તમામ 50 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ફક્ત ભારતી એરટેલનો શેર 0.90 ના વધારા સાથે ખુલ્યો. જ્યારે, ટાટા સ્ટીલનો શેર આજે ૮.૨૯ ટકાના મહત્તમ ઘટાડા સાથે ખુલ્યો હતો.
બ્લેક મંડે શું છે ?
19 ઓક્ટોબર 1987ના રોજ બ્લેક મંડે એ એવો સમય હતો જ્યારે વિશ્વભરના બજારો તૂટી પડ્યા હતા, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 22.6 ટકા ઘટ્યો હતો. આ ઘટનાએ વૈશ્વિક શેરબજારમાં મંદી લાવી દીધી, જેના કારણે બ્લેક મન્ડે નાણાકીય ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાંનો એક બન્યો. આ દિવસે S&P 500 30 ટકા ઘટ્યો. આખો મહિનો આ અંધાધૂંધી ચાલુ રહી અને નવેમ્બર 1987 ની શરૂઆતમાંમોટાભાગના મુખ્ય શેરબજાર સૂચકાંકોએ તેમના મૂલ્યના 20 ટકા થી વધુ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: શેર બજાર: લિવરેજિંગનાં જોખમને સમજી લો…
શેરબજારમાં હાહાકારની શકયતા વ્યક્ત કરી હતી
ત્યારે લગભગ એક સદી પછી રવિવાર, 6 એપ્રિલ, 2025 ના રોજ યુએસ માર્કેટ વિશ્લેષક જીમ ક્રેમરે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે સોમવાર 7 એપ્રિલના રોજ શેરબજારમાં હાહાકારની શકયતા વ્યક્ત કરી હતી.