શેર બજાર

ભારે અફડાતફડી: સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં ઇરાની વોરના અહેવાલે ભારે અફડાતફડી મચી ગઇ હતી. સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો હતો. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની ભીતિ કોરાણે મૂકીને શેરબજાર તમામ ઘટાડો પચાવી પોઝિટિવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યું છે. સત્રને અંતે સેન્સેક્સ ૫૯૯.૩૪ પોઇન્ટ અથવા તો ૦.૮૩ ટકાના સુધારા સાથે ૭૩,૦૮૮.૩૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૫૧.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકાના સુધારા સાથે ૨૨,૧૪૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ વિશ્ર્વભરના શેરબજારોમાં વેચવાલી તીવ્ર બની ગઈ હતી. ઇઝરાયલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવા ઉપરાંત ન્યુક્લિયર પ્લાન્ટ પર પણ મિસાઈલ ઝીંકી હોવાના અહેવાલને કારણે સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું.

આને પરિણામે સેન્સેકસ ખુલતા સત્રમાં જ ૬૦૦ પોઇન્ટના ગાબડાં સાથે ૭૨,૦૦૦ ની નીચે ઘૂસી ગયો હતો, જ્યારે નિફ્ટી ૨૧,૭૭૭.૬૫ સુધી નીચે સરક્યો હતો. સેન્સેક્સ નીચા મથાળે ખૂલ્યા બાદ ૬૭૨.૫૩ પોઇન્ટ અથવા તો ૦.૯૨ ટકાના કડાકા સાથે ૭૨,૦૦૦ની સપાટી તોડતો ૭૧,૮૧૬.૧૬ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો, સવારના સત્રમાં જ રોકાણકારોની સંપતિમાં લગભગ ત્રણેક લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ રેડ ઝોનમાં હતા. રિયલ્ટી અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ ફટકો પડ્યો હતો.

બજાજ ફિનસર્વ, મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ, વિપ્રો, ભારતી એરટેલ, બજાજા ફિનસર્વ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને આઇટીસી ટોપ ગેઇનર્સમાં સામેલ હતો. જ્યારે નેસ્લે ઇન્ડિયા, એચસીેલ ટેકનોલોજી, લાર્સન એન્ડ ટૂબ્રો, ટીસીએસ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

નેસ્લે તેની અમુક નિકાસ પ્રોડક્ટમાં વધુ ખાંડનો ઉપયોગ કરે છે એવા આરોપ બાદ તેના શેરમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચરક ફાર્માસ્યુટિકલ ગ્રુપના ડિવિઝન વેદીસ્ત્રીના માધ્યમે ચરક ગ્રુપે સ્વાસ્થ્ય સુરક્ષા અને સ્વાસ્થ્ય સંવર્ધન ક્ષેત્રે લોકોની સુખાકારીના હેતુ સાથે નેદીસ્ત્રી હોલિસ્ટિક હેલ્થ અવેરનેસ સિરિઝનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોકટર અને સર્જન એક છત નીચે વેલનેસ એવેરનેસ માટે સહભાગી થયા હતા. ઇન્ફોસિસનું રેવેન્યુ ગાઇડન્સ બજારની અપેક્ષાથી નબળું રહ્યું હોવાથી તેના શેરમાં એકાદ ટકાનો ઘટાડો હતો. ઇન્ફોસિસે ચોથા ક્વાર્ટરમાં ૩૦ ટકાના વધારા સાથે રૂ. ૭૯૬૯ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છેે. કોન્સોલિડેટેડ રેવન્યૂ રૂ. ૩૭,૪૪૧ કરોડ સામે ૧.૩ ટકાના વધારા સાથે રૂ. ૩૭,૯૨૩ કરોડ નોંધાઇ હતી. બોર્ડે શેરદીઠ રૂ. ૮ના વધારાના ડિવિડંડ ઉપરાંત શેરદીઠ રૂ. ૨૦નું અંતિમ ડિવિડંડ જાહેર કર્યું છે. જિંદાલ ગ્લોબલ લૉ સ્કૂલને સતત પાંચમા વર્ષે ભારતની નંબર વન લૉ સ્કૂલની રેન્ક મળી છે અને વૈશ્ર્વિક સ્તરે ૭૨મી રેન્ક મળતા તે ભારતની એકમાત્ર એવી કાયદાકીય ક્ષેત્રની સ્કૂલ બની છે, જેણે વિશ્ર્વમાં ટોપ ૧૦૦માં સ્થાન મેળવ્યું છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં કરેલી રૂ. ૪૨૬૦.૩૩ કરોડની વેચવાલી સાથે પાછલા ચાર સત્રમાં કુલ રૂ. ૨૦,૦૦૦ કરોડની વેચવાલી નોંધાવી છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નવા રેકોર્ડ નીચા સ્તરે સરકી રહ્યો છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ત્રણ ડોલરનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બિટકોઈન ૬૦,૦૦૦ની નીચે પટકાયું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીએ સાપ્તાહિક ધોરણે દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં આ સત્રમાં બજાજ ફાઇનાન્સ, એમએન્ડએમ, એચડીએફસી બેંક, મારૂતિ સુઝુકી અને જેએસડબલ્યુ સ્ટીલ ટોચના ગેનર્સમાં હતા, જ્યારે બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજીસ, ડિવિસ લેબ્સ, ટીસીએસ અને નેસ્લે ઇન્ડિયાને નુકસાન થયું હતું.
ક્ષેત્રીય મોરચે, બેંક અને મેટલ સૂચકાંકો એક-એક ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ ૦.૫ ટકા ઉપર હતા. હેલ્થકેર, આઈટી, પાવર અને રિયલ્ટી ૦.૩-૦.૬ ટકા ઘટ્યા છે. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૪ ટકા ગબડ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ સ્થિર રહ્યો હતો. વ્યક્તિગત શેરોમાં, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, નાલ્કો અને અતુલમાં વોલ્યુમમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

આરબીએલ બેંક, એસ્કોર્ટ્સ અને એચડીએફસી બેંકમાં લોંગ બિલ્ડઅપ જોવા મળ્યો હતો, જ્યારે ટાટા કોમ્યુનિકેશન્સ, લ્યુપિન અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું હતું. એવન્યુ સુપરમાર્ટ્સ, ભારતી એરટેલ, એલિકોન એન્જિનિયરિંગ, ફોર્સ મોટર્સ, ઇન્ડસ ટાવર્સ, જેએસડબ્લ્યુ એનર્જી, જસ્ટ ડાયલ અને કેએસબી પમ્પ્સ સહિત ૧૫૦ થી વધુ શેરો બીએસઈ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door