ઘટાડા સાથે શરૂઆત બાદ શેરબજારમાં ગ્રીન સિગ્નલમાં! Indigo ના શેરમાં મોટો કડાકો

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો હતો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)ની બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ, 85,000 ની નીચે ખુલ્યો. સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 84,987 પર ખુલ્યો. દરમિયાન, જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ 4 પોઈન્ટના ઘટાડા સાથે 25,981 પર ખુલ્યો.
ઘટાડા બાદ શરુઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી હતી. સવારે 10.11 વાગ્યે સેન્સેક્સ 163.66ના વધારા સાથે 85,270.48 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 44.15 (0.17%)ના વધારા સાથે 26,030.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગો સતત ત્રણ દિવસથી ઓપરેશનલ સમસ્યાઓમાંથી પસાર થઇ રહી છે, જેને કારણે એરલાઈનની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં 3%નો ધટાડો નોંધાયો.
યુએસ શેરબજારો બુધવારે વધારા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.86 ટકાના વધારા અને S&P 500 0.30 ટકાના વધારા સાથે બંધ થયો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.17 ટકાના સામાન્ય વધારા સાથે બંધ થયો. ટેસ્લાના શેર 4 ટકાથી વધુ વધ્યા, જ્યારે Nvidia અને Microsoftના શેરમાં ઘટાડો નોંધાયો.
આજે ગુરુવારે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનના નિક્કી ઇન્ડેક્સ 0.62 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.93 ટકાનો વધારો નોંધાયો હતો.
આપણ વાંચો: શેરબજાર તૂટ્યું: સેન્સેક્સ 85,000 અને નિફ્ટી 26,000 નીચે, રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે


