ટોપ ન્યૂઝવેપાર અને વાણિજ્યશેર બજાર

શેરબજારમાં ૧૨૦૦ પોઈન્ટનો તોતિંગ ઉછાળો, જાણો કારણ

નિલેશ વાઘેલા
મુંબઇ:
સતત પાંચ દિવસની પીછેહઠ બાદ સેન્સેકસ એકાએક ૧૨૦૦ પોઇન્ટ ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી ૨૪,૮૦૦ની ઉપર પહોંચ્યો છે. અન્ય પરિબળો ઉપરાંત સૌથી મહત્વની બાબત બજારની ભરપૂર પ્રવાહિતા છે. બજેટની નારાજગી વચ્ચે પણ આ કારણસર તેજી જામી છે.

મેટલ, આઇટી શેરોમાં જોરદાર લાવલાવ શરૂ થઈ હોવાથી તેના શેર આંખ ટોચના સેક્ટોરલ ગેનર બન્યા છે. શુક્રવારે, ઇક્વિટી બજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ સતત પાંચ સત્રો સુધી ઘટ્યા બાદ બાઉન્સ બેક જોવા મળ્યું છે.
આ રિકવરીના દેખીતા કારણોમાં નીચા ભાવે વેલ્યુ બાઇંગ અને ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવિવેટ બ્લુ-ચિપ શેરોમાં નીકળેલી લેવાલી અને સુધારો છે. આ શેરોની લેવાલી પાછળ અલગ કારણો ચર્ચાઈ રહ્યા છે.

ટોચના વિશ્લેષક અનુસાર ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે તમામ અવરોધો પાર કરી જવાની તેની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો: Stock Market : બજાર આજે પણ ગગડ્યું, સેન્સેક્સ 600 પોઈન્ટ તુટ્યો, બેન્ક નિફ્ટીએ આપ્યો ઝટકો

ભારતીય શેરબજારે ચૂંટણી, બજેટ અને મધર માર્કેટ અમેરિકન શેરબજારોનું કરેક્શન સંબંધિત તમામ ચિંતાઓને ફગાવી દીધી છે. રોકાણકારોએ બાય ઓન ડીપ્સ વ્યૂહરચના જ અપનાવી લીધી હોય એવું લાગે છે.

જો કે, બજારના વિશ્લેષકો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે, વેલ્યુએશનની વિસંગતતા હજુ ચાલુ છે અને વધતી જાય છે. રોકાણકારોએ ખૂબ સાવધાની રાખવી અનિવાર્ય છે.

માર્કેટ રેગ્યુલર સેબી પણ એ જ કહે છે.

વેલ્યુએશનની વાત કરીએ તો લાર્જકેપ્સ ખૂબ મૂલ્યવાન છે અને લાંબા ગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ વિસંગતતાનો લાભ ઉઠાવીને વિદેશી ફંડો ફરીથી વેચવાલી કરતા બની ગયા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સેલિંગ મેળ ખાતી હોવા છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…