સ્પોર્ટસ

મુશ્કેલ સમયમાં Yuzvendra Chahalને મળ્યો આ કરોડપતિ હસીનાનો સાથ…

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. યુઝવેન્દ્ર અને ધનશ્રી વર્મા (Verma)ના ડિવોર્સને લઈને રોજ નવી નવી વાતો સામે આવતી રહે છે, પરંતુ કપલે હજી પણ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

અનેક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે ધનશ્રી અને ચહલ એકબીજાથી અલગ થઈ ગયા છે. આ બધા વચ્ચે યુઝવેન્દ્રને એક કરોડપતિ હસીનાનો સાથ મળયો હોવાના અહેવાલે ચકચાર જગાવી છે.

આવો જોઈએ શું છે આ અહેવાલ-

વાત જાણે એમ છે કે યુઝવેન્દ્ર પર્સનલ લાઈફમાં ભલે હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પણ પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમાં એક મોટો વળાંક આવ્યો છે.

આપણ વાંચો: યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….

એ વાત તો બધા જ જાણે છે કે હાલમાં જ યુઝવેન્દ્ર પંજાબ કિંગ્સનો હિસ્સો બન્યો છે. યુઝવેન્દ્ર પર ટીમના માલિકોએ મોટો દાવ ખેલીને ભારેભરખમ રકમ ખર્ચ કરી છે. જી હા, આ જ એ કરોડપતિ હસીના છે જેની અમે વાત કરી રહ્યા છીએ.

પ્રીટિ ઝિન્ટા પંજાબ કિંગ્સની માલિક છે અને તેણે 18 કરોડ રૂપિયામાં યુઝવેન્દ્ર ચહલને ખરીદ્યો હતો. આ ઓક્શનમાં ચહલની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયા રાખવામાં આવી હતી અને આમ પ્રીટિએ ચહલને બેઝ પ્રાઈઝ કરતાં 9 ગણા વધારે પૈસા આપીને ખરીદ્યો હતો.

પ્રીટિ ઝિન્ટા કોઈ પણ સંજોગોમાં ચહલને પોતાની ટીમનો હિસ્સો બનાવવા માંગતી હતી અને આ જ કારણે તેણે આટલી મોટી રકમ આપીને ચહલને ખરીદ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે પ્રીટિ ઝિન્ટાની નેટવર્થ 183 કરોડ રૂપિયાની આસપાસ છે.

આપણ વાંચો: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…

હાલમાં ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. બંને જણે સોશિયલ મીડિયા પરથી તો એકબીજાને અનફોલો કરી જ દીધા છે, પણ ચહલે તો ધનશ્રીના ફોટો પણ પોતાના એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધા છે.

દરમિયાન ચહલ મિસ્ટ્રી ગર્લ સાથે તો ધનશ્રી પણ મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે, જેને કારણે તેમના ડિવોર્સની અફવાઓ વધારે તેજ થઈ ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button