સ્પોર્ટસ

આ દિવસે આવશે Dhanshree Verma અને Yuzvendra Chahalના ડિવોર્સ પર ચુકાદો…

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના ડિવોર્સનો કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. બંને જણે ડિવોર્સ માટે અરજી કરી છે અને એવી અપીલ કરી હતી કે કોર્ટ જેમ બને તેમ જલદી કોર્ટ એના પર ચૂકાદો સંભળાવે.

જેના પર ફેમિલી કોર્ટે પહેલાં જ હિંદુ મેરેજ એક્ટ હેઠશ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ માટે કુલિંગ ઓફ પીરિયડ પૂરો કરવા માટે જણાવ્યું હતું પરંતુ હવે ફેમિલી કોર્ટના આ નિર્ણય બોમ્બે હાઈ કોર્ટને ફેરવી દીધો છે અને ગુરુવારે એટલે કે આવતીકાલે ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ફેમિલી કોર્ટને અપીલ કરી હતી કે આ કૂલિંગ ઓફ પીરિયડને હટાવી દેવામાં આવે, પરંતુ ફેમિલી કોર્ટે આ પીરિયડને હટાવવાની મનાઈ કરી હતી.

આપણ વાંચો: કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…

ત્યાર બાદ આખો મામલો બોમ્બે હાઈ કોર્ટ પહોંચ્યો હતો અને નવો આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ જામદારની પીઠે ફેમિલી કોર્ટને ચહલની આઈપીએલમાં ભાગીદારીને ધ્યાનમાં લઈને ગુરુવારે આ મામલે ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ડિસેમ્બર, 2020માં લગ્ન કર્યા હતા અને છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે ખટપટ ચાલી રહ્યા હોવાનો અહેવાલો સામે આવ્યા હતા.

આપણ વાંચો: Video: યુઝવેન્દ્ર ચહલ બાબા નિરાલાના શરણે પહોંચ્યો! કરી આવી માંગણી…

મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો આ જ વર્ષે બંને જણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. હવે આવતીકાલે એટલે કે 20મી માર્ચ,2025ના ધનશ્રી અને ચહલના ડિવોર્સ પર કોર્ટનો ચુકાદો આવશે.

ડિવોર્સ બાદ ચહલ ધનશ્રીને એલિમની તરીકે કેટલા રૂપિયા આપશે એને લઈને પણ જાત જાતની અટકળો લગાવવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચહલ ધનશ્રીને ચાર કરોડ રૂપિયા એલિમની તરીકે આપશે. પરંતુ આ બાબતે હજી સુધી ઓફિશિયલી કોઈ માહિતી સામે આવી નથી.

ડિવોર્સની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું નામ આરજે મહવશ સાથે જોડાઈ રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જણ રિલેશનશિપમાં છે, કારણ કે બંને જણ અવારનવાર સાથે સ્પોટ થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button