સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયા માટે WTC 2027 ફાઇનલનો રસ્તો મુશ્કેલ! બાકીની 10માંથી આટલી ટેસ્ટ જીતવી જરૂરી

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2021 અને 2023 એમ બે વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ(WTC)ની ફાઈનલ મેચ રમી ચુકી છે, પરંતુ બંનેમાં તેને હાર મળી હતી. ટીમ 2025ની WTC ફાઈનલમાં ક્વોલિફાય થઇ શકી ન હતી. હાલ ચાલી રહેલી WTCની 2025-27 સાઈકલની ફાઈનલ માટે પણ ભારતીય ટીમનો રસ્તો મુશ્કેલ જણાઈ રહ્યો છે.

નોંધનીય છે કે તાજેતરમાં કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમની 30 રનથી હાર થઈ હતી. WTCની 2025-27માં ટીમને હજુ 10 ટેસ્ટ મેચ રમવાની છે. WTCના ટેબલમાં ભારતીય ટીમ હાલ ચોથા સ્થાને છે, ટીમ પાસે 52 પોઈન્ટ અને 54.17% PTC છે.

હજુ 10 મેચ રમવાની બાકી:
WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે, દક્ષિણ આફ્રિકા બીજા અને શ્રીલંકા ત્રીજા સ્થાને છે. WTCની આ સાઈકલમાં ભારતીય ટીમ આઠમાંથી માત્ર ચાર મેચ જ જીતી શકી છે. આ સાઈકલમાં ભારતીય ટીમને હજુ ત્રણ સિરીઝમાં 10 ટેસ્ટ રમવાની બાકી હોવાથી, ભારતીય ટીમને મોટા ભાગની મેચ જીતવી પડશે.

હજુ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 1, શ્રીલંકા સામે 2, ન્યુઝીલેન્ડ સામે 2 અને ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે.

WTC ફાઈનલ માટે કટઓફ:
અગાઉ WTC ફાઇનલ રમેલી ટીમના PCTs પર નજર કરીએ તો, વર્ષ 2019-21ની WTC ફાઈનલમાં ન્યુઝીલેન્ડ 72.2 અને ભારત 58.8, વર્ષ 2021-23ની WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા 66.67 અને ભારત 58.8, વર્ષ 2023-25ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા 69.44 અને ઓસ્ટ્રેલીયા 67.54 PTCs સાથે પ્રવેશ્યા હતા.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના વર્તમાન ફોર્મને જોતાં, આ WTCની આ સાઈકલની ફાઈનલ માટે કટઓફ લગભગ 64-68 PTCs રહી શકે છે.

ભારતનો રસ્તો મુશ્કેલ:
ભારતીય ટીમની બાકીની તમામ 10 ટેસ્ટ મેચના કુલ 120 પોઈન્ટ થાય છે, જો ભારત તમામ મેચ જીએ તો 172 પોઈન્ટ્સ સુધી પહોંચી શકે છે, આ સ્થિતિમાં PCT 79.63 રહેશે.

આ PTC સુધી પહોંચવા માટે ભારતીય ટીમે 10માંથી ઓછામાં ઓછા સાત મેચ જીતવાની જરૂર છે અને બે મેચ ડ્રો થવા જોઈએ. જો ભારત આઠ મેચ જીતે તો 68.52% PTC સાથે ભારત ફાઈનલમાં પહોંચી શકે છે. પરંતુ એ ખુબજ મુશ્કેલ છે.

ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી મજબુત ટીમો સામે છે, જેમની સામે મેચ જીતવી મુશ્કેલ છે. આમ લોર્ડમાં રમાનારી WTC 2027ની ફાઈનલમાં ભારત રમી શકે એવી શક્યતા ઓછી છે.

આપણ વાંચો:  ધ્રુવ જુરેલ પોતે જ પોતાના આ વિનિંગ રેકૉર્ડના અંત માટે જવાબદાર

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button