ચાર વર્ષ જૂની એ સેલ્ફીમાં પંતના ખભા પરનો હાથ કોનો? રહસ્ય પરથી પડદો ઉઠી ગયો…
ઓક્ટોબર મહિનાથી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે અને એવામાં વર્લ્ડ કપ 2019ની ટૂર્નામેન્ટ ભારતીય ફેન્સને એક ખાસ રનઆઉટના કારણે યાદ જ હશે. જો યાદ આવે હશે તો પછી એ સમયે વાઈરલ થયેલી એક સેલ્ફી પણ યાદ જ હશે ને? હવે ચાર વર્ષ બાદ આ સેલ્ફીની મિસ્ટ્રી ક્લિયર થઈ ગઈ છે થેન્ક્સ ટુ મયંક અગ્રવાલ…
4થી જુલાઈ 2019ના બે દિવસ પહેલા ભારતે બાંગ્લાદેશને 28 રનોથી હરાવ્યું હતું અને ગજબના ફોર્મમાં ચાલી રહેલાં રોહિત શર્માએ આ મેચમાં પણ સેન્ચુરી ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં આ ભારતની છઠ્ઠી જીત હતી અને તમામ ખેલાડીઓ સારા મૂડમાં હતા.
આ બધા વચ્ચે હાર્દિક પંડ્યાએ એક સેલ્ફી શેર કરી હતી અને આ ફોટોમાં હાર્દિકની સાથે એમએસ ધોની, ઋષભ પંત, મયંક અગરવાલ અને જસપ્રિત બુમરાહ જોવા મળી રહ્યા હતા. ફોટો પોસ્ટ કરવાની સાથે હાર્દિકે લખ્યું હતું કે પ્લેયર્સ લોકોનો ડે આઉટ…આ ફોટોમાં બધા જ પ્લેયર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
ફોટો પોસ્ટ કરવાની સાથે જ એક મિસ્ટ્રી પણ શરૂ થઈ. આ ફોટોમાં ઋષભ પંતના ખભા પરનો કોનો હાથ હતો એ સવાલ સૌ કોઈને સતાવવા લાગ્યો અને આ સવાલ થાય એ સ્વાભાવિક પણ હતું કારણ કે ફોટોમાં પ્લેયર્સની પોઝીશન્સને જોતા એ સમજવું જરા અઘરું હતું. પરંતુ હવે આટલા વર્ષે આ મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ છે અને સવાલનો જવાબ આપનાર ખુદ પણ આ ફોટોમાં હાજર જ છે. એ બીજું કોઈ નહીં પણ ખુદ મયંક અગ્રવાલ છે.
મયંક અગ્રવાલે ખુદ ગઈકાલે આ ફોટો ફરીથી ટ્વીટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે વર્ષોની વ્યાપક શોધ, દલીલો અને અગણીત કોન્સપરિસી થિયરી બાદ આખરે દેશની જનતાને જાણ કરવામાં આવી છે કે ઋષભ પંતના ખભા પર મારો જ હાથ છે. કરવામાં આવેલા બીજા તમામ દાવા ખોટા અને ભ્રામક છે, એટલે એના પર વિશ્વાસ કરવો નહીં.