અર્જુન તેંડલકરની સગાઈ થઈ એ સાનિયાના પરિવારમાં સંપત્તિ માટે થયા છે મોટા વિખવાદ

મુંબઈ: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની તાજેતરમાં સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા ચંડોક મુંબઈ સ્થિત પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘાઈની દિકરી ગૌરિકા ચંડોકની દિકરી છે. ઉલ્લેખનીય છે કે ઘાઈ પરિવાર ખ્યાતનામ પરિવારોમાંથી એક છે. રવિ ઘાઈને તેમના પિતા દ્વારા વારસામાં મળેલા વેપારને આગળ વધારી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છે કે ઘાઈ પરિવાર થોડા જ સમય પહેલા પારિવારીક વિખવાદોનો સામનો કરી રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતના જાણીતા ઉદ્યોગપતિ ઘાઈ પરિવારમાં તાજેતરમાં ઉભા થયેલા વિવાદે વ્યાપક ચર્ચા જગાવી છે. ગ્રેવિસ ગ્રૂપના સ્થાપક રવિ ઘાઈ અને ગીતા ઘાઈને ચાર બાળકો છે. જેમા ગૌરવ, ગૌરિકા, રવિ, ગાયત્રી ઘાઈનો સમાવેશ થાય છે. રવિ ઘાઈ પોતાના બિઝનેશના 100 ટાકાના માલિક હતા. રવિ ઘાઈ આરોપ લગાવ્યો છે, કે કેન્સરની સારવાર દરમિયાન તેમના પુત્ર ગૌરવ ઘાઈ અને તેની પત્ની સુનિતાએ વિવિધ કાગળો પર સહી કરાવીને આખો બિઝનેશ પોતાના નામે કરી લીધો છે.
આ વાતની જાણ થોડા સમય પછી તેમના ફાઈનાશ મેનેજર દ્વારા જાણવા મળી હતી. જે બાદ તેમણે પોતાના પુત્ર ગૌરવ ઘાઈ અને પત્ની પર બનાવટી, કોર્પોરેટ ફ્રોડ અને સત્તા હડપવાના આરોપો લગાવ્યા હતા છે. તેણે આરોપ લગાવ્યો કે, 2021ના કૌટુંબિક સમાધાન કરાર અને 2023ના પૂરક કરાર હેઠળ, મારી સહી ખોટી કરવામાં આવી છે.
રવિ ઘાઈએ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગૌરવ ઘાઈ અને અન્યો પરિવારના સભ્યો વિરુદ્ધ બનાવટી, કોર્પોરેટ ફ્રોડ અને ગેરરીતિની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે આ ફરિયાદને નાગરિક (સિવિલ) બાબત ગણાવી અને પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો, જેના કારણે રવિ ઘાઈએ કોર્ટમાં ખાનગી ફરિયાદ નોંધાવી. જ્યારે ગૌરવ ઘાઈએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું કે આ વિવાદ નાગરિક પ્રકૃતિનો છે, જે હાલ આર્બિટ્રેશનમાં છે.
ગૌરવ ઘાઈએ આ આરોપોને ખોટા અને બદનક્ષીનો પ્રયાસ ગણાવ્યા, જણાવીને કે 2021ના કરાર મુજબ તેમને ગ્રેવિસ ગ્રૂપનું સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું હતું, અને રવિ ઘાઈએ ₹235 કરોડની ચૂકવણી મેળવ્યા હોવાની વાત પણ કરી હતી. જો કે, ગૌરિકા હાલ ગ્રેવિસ ગ્રૂપના વ્યવસાયમાં સક્રિય ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને બાસ્કિન રોબિન્સ જેવી બ્રાન્ડ્સના સંચાલનમાં. જ્યારે સાનિયાના માતા ગૌરિકા ચંડોકના પતિ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમના પરિવારના વ્યવસાયને જોતાં, તેમનો પતિ પણ વ્યવસાયિક ક્ષેત્રે સંકળાયેલો હોવાની સંભાવના છે.
આ પણ વાંચો…સચિન તેંડુલકરના પુત્ર અર્જુન જીવનની નવી ઇનિંગ્સ શરૂ, સાનિયા ચંડોક સાથે કરી સગાઈ…