સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ ક્યારે જાહેર થશે? આઇસીસી એક છૂટછાટ પણ આપશે

નવી દિલ્હી: હમણાં તો ક્રિકેટજગતની સૌથી મોટી ટી-20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ચાલી રહી છે એટલે બીજી બધી ટૂર્નામેન્ટો કે સિરીઝોનું ખાસ કંઈ મહત્ત્વ રહેતું નથી, પરંતુ રવિવાર, 26મી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર બાદ ગણતરીના જ દિવસોમાં (જૂનમાં) અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે શરૂ થનારા ટી-20ના મેન્સ વર્લ્ડ કપ વિશે જે કંઈ નવા સમાચાર આવે એ ખૂબ અગત્યના હોય છે. બીસીસીઆઇના એક સૂત્ર પાસેથી શનિવારે પીટીઆઇને જાણવા મળ્યું હતું કે ભારતની આ ટી-20 વિશ્ર્વ કપ માટેની ટીમ લગભગ એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. ત્યાં સુધીમાં આઇપીએલનો પહેલો અડધો તબક્કો પૂરો થઈ ગયો હશે.
એનું કારણ એ છે કે આ મેગા ટૂર્નામેન્ટની આયોજક આઇસીસીએ તમામ દેશોને ટીમ જાહેર કરવા માટે પહેલી મેની કટ-ઑફ ડેટ આપી છે એટલે દરેકે એ પહેલાં ટીમ જાહેર કરી દેવી પડશે.


આ પણ વાંચો:
ટવેન્ટી-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેરઃ નવમી જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

લગભગ એક મહિનામાં ભારતની ટીમ જાહેર કરી દેવાશે, પરંતુ આઇસીસીએ એક છૂટછાટ પણ આપી છે. દરેક ટીમ પહેલી મે સુધીમાં ટીમ જાહેર કરી દીધા પછી પચીસમી મે સુધીમાં ક્યારેય પણ ટીમમાંના ખેલાડીઓમાં ફેરફાર કરી શકશે.


આ પણ વાંચો:
ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કરી મોટી જાહેરાતઃ પિચ મેલબર્નથી આવશે અને…

બીસીસીઆઇના સૂત્રએ પીટીઆઇને બીજી રસપ્રદ જાણકારી આપતા કહ્યું હતું કે ‘આઇપીએલમાં જે ટીમ પ્લે-ઑફમાં નહીં પહોંચે એમાંના જે પણ ભારતીય ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરાયા હશે તેમને મે મહિનાની મધ્યમાં ન્યૂ યૉર્ક મોકલી દેવામાં આવશે. સિલેક્ટરો કેટલાક સ્ટૅન્ડ-બાય પ્લેયરોને પણ પસંદ કરશે અને તેમને પણ ન્યૂ યૉર્ક મોકલવામાં આવશે.


આ પણ વાંચો:
ટી-20 વર્લ્ડ કપ માટે કોચ દ્રવિડ પાસે અનેક વિકલ્પો: કેટલાકના પત્તા કટ થઈ શકે

ચાર નૅશનલ સિલેક્ટરો વર્લ્ડ કપની ભારતની મોટા ભાગની મૅચો જોવા જશે.

ટી-20 વર્લ્ડ કપ બીજી જૂને શરૂ થશે. ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલૅન્ડ સામે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે નવમી જૂને ન્યૂ યૉર્કમાં મુકાબલો થશે.

આ વર્લ્ડ કપની 20 ટીમમાં ભારત, પાકિસ્તાન, અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કૅનેડા, ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, નામિબિયા, નેપાળ, નેધરલૅન્ડ્સ, ન્યૂ ઝીલૅન્ડ, ઓમાન, પપુઆ ન્યૂ ગિની, સ્કૉટલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને યુગાન્ડાનો સમાવેશ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme