સ્પોર્ટસ

ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કર્યું આ કામ

દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (એટલે કે આઇસીસી)એ આગામી વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટવેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જ્યારે બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. જોકે તેની તારીખોની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ લોગો જાહેર કરીને ફરી આઈસીસી ચર્ચામાં આવી ગયું છે.

આઇસીસી અનુસાર નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ઝડપથી બદલાતી ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોમાં આવતા વર્ષે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા યજમાન રાષ્ટ્ર દ્વારા પ્રેરિત ટેક્સચર અને પેટર્ન દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તે ટી-20 ક્રિકેટમાં સતત ઊર્જાને પણ પ્રતિબિંબિત કરે છે. લોગો બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ટી-20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છે, એમ આઈસીસીએ જણાવ્યું હતું.

આ લોગોમાં લખેલા ટવેન્ટી-20 શબ્દના અક્ષરો એવી ડિઝાઇનમાં લખવામાં આવ્યા છે, જે બેટના સ્વિંગને દર્શાવે છે જે ખૂબ જ ઝડપથી બોલ સાથે ટકરાય છે. આ ત્રણેય અક્ષરો ઝિગ-ઝેગ પેટર્નની ડિઝાઇનમાં સાથે-સાથે મુકવામાં આવ્યા છે, જે બેટ અને બોલ વચ્ચેના પ્રહારથી ઉત્પન્ન થનારી કંપન અને જબરદસ્ત ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.

આઇસીસી માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજરે ટી-20 વર્લ્ડ કપ 2024 માટે રજૂ કરવામાં આવેલા નવા લોગોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનારા મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી માટે અમારી પાસે હવે માત્ર 6 મહિનાનો સમય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress