T20 ની છેલ્લી મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારતમાં મેચ જોવા વાળો એક મોટે વર્ગ છે. લોકો મેચના એટલા રસીયા હોય છે કે રસ્તામાં ઊભા રહીને પણ પોતાના ફોનમાં કે કોઇ પાનના ગલ્લે મેચ જોતા હોય છે. ત્યારે અત્યારે ચાલી રહેલી T20માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની 5-મેચની 3-1થી લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી. જ્યારે ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ ચોથી મેચ જીતી લીધી હતી. ત્યારે છેલ્લી મેચ પર દરેક મેચ રશિયાઓની નજર રહેશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બેંગલુરુના શહીદ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. આ મેચ 3જી ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે રમાશે. ચોથી મેચ સિવાય ટીમ ઇન્ડિયાએ તમામ મેચોમાં મોટો સ્કોર જોવા બનાવ્યો હતો.
નોંધનીય છે કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આઠ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ આઠ મેચોમાં ફક્ત બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી શકી છે અને પાંચ વખત બોલિંગ કરતી ચીમ જીતી છે. ત્યારે ચાહકોનું ધ્યાન ટોસ પર હોય તે પણ સ્વાભાવિક છે. ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ, વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ અત્યારે ઘણું સારું પ્રદર્શન કરી રહી છે.
ટીમમાં રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આર. પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન, મુકેશ કુમાર, દીપર ચાહર જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.