એવું તે શું થયું કે ચાલુ મેચમાં Virat પહોંચી ગયો Rohit Sharmaને પગે પડવા?
હેડિંગ વાંચીને તમે પણ મૂંઝાઈ ગયા ને? જોકે, ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર Virat Kohliની ઉટપટાંગ હરકતોને જોઈને કદાચ તમે એકાદ વખત તો વિશ્વાસ કરી પણ લો કે એણે આવું કર્યું હશે. પરંતુ ભાઈસાબ મામલો કંઈક અલગ જ છે. તમે જે વિચારી રહ્યા છો એવું નથી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પગે પડવા પહોંચેલો એ વિરાટ કોહલી નહીં પણ વિરાટની જર્સી પહેરેલો રોહિત શર્માનો ફેન છે.
જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ ચાલી રહી હતી ત્યારે એક મજેદાર ઘટના જોવા મળી હતી અને એને કારણે થોડાક સમય માટે મેચ રોકી દેવી પડી હતી. મજાની વાત તો એ છે રોહિત શર્માના આ ફેને વિરાટ કોહલીના નામની જર્સી પહેરી હતી. મેચ દરમિયાન ફેન સિક્યોરિટી ઓફિસર્સને ચકમો આપીને સીધો પીચ પર પહોંચી ગયો હતો અને સીધો રોહિત શર્માના પગે લગાવા દોટ લગાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એના પર જાત જાતની કમેન્ટ આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મેટમાં ટીમ ઈન્ડિયાના એક્સ કેપ્ટન વિરાટ કોહલી નથી રમી રહ્યો. સીરિઝ શરૂ થવાના પહેલાં જ વિરાટ કોહલીએ બે મેચ માટે BCCI પાસેથી ઓફ માંગી લીધો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને ભારતે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 246 પર ઓલઆઉટ કરી દીધું હતું.
જોકે, આ પહેલી વખત નથી બન્યું કે મેચમાં આ રીતે ફેન ઘૂસી આવ્યું હોય અને મેચમાં વિક્ષેપ પાડ્યો હોય. ભૂતકાળમાં પણ આવા બનાવો જોવા મળી ચૂક્યા છે અને એ સમયે પણ સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાઈરલ થયા હતા.