સ્પોર્ટસ

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની શાનદાર જીત વિરાટ કોહલી ખુશખુશાલ; જાણો શું કહ્યું

મુંબઈ: ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમેં 336 રનથી ઐતિહાસિક જીત (India won Edgbaston test) મેળવી. એજબેસ્ટન ખાતે કોઈપણ એશિયન ટીમની પહેલી ટેસ્ટ મેચ જીત છે. શાનદાર પ્રદર્શન બદલ યુવા ટીમ ઇન્ડિયાના ભરપુર વખાણ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પણ ટીમને શુભેચ્છા (Virat Kohli reaction) પાઠવી છે.

પહેલી મેચમાં ભારતીય ટીમની હાર થઇ હતી, આ મેચ બાદ વિરાટે કોઈ રીએક્શન આપ્યું ન હતું. પરંતુ બીજી મેચમાં ભારતીયની જીતની ટીમ બાદ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વિરાટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતા શુભમન ગિલ સહિત ત્રણ ખેલાડીઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે.

વિરાટ કોહલીએ X પરની પોસ્ટમાં લખ્યું, “એજબેસ્ટનમાં ભારતની શાનદાર જીત. ખેલાડીઓ નિર્ભયતાથી રમ્યા અને ઇંગ્લેન્ડને સતત મુશ્કેલીમાં મુકતા રહ્યા. શુભમને બેટિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને દરેક ખેલાડીએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. આ પીચ પર બોલિંગ કરવા બદલ સિરાજ અને આકાશનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે.”

નોંધનીય છે કે વિરાટે હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, હવે તેમના જુનિયર ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી તેની લેગસી આગળ વધારી રહ્યા છે.

શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન:

એજબેસ્ટન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી, ગિલે 269 રન બનાવ્યા હતા, બીજી ઇનિંગમાં પણ તેણે 161 રનની શાનદાર ઇનિંગ રમી. આ સાથે, ગિલ એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર નોન-ઓપનર બેટ્સમેન બન્યો.

મોહમ્મદ સિરાજે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી. આકાશદીપ પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ લીધી અને બીજી ઇનિંગમાં 6 વિકેટ લીધી. આમ, આકાશદીપને આ મેચમાં કુલ 10 વિકેટ મેળવી.

આ પણ વાંચો…ભારતે પહેલી વાર એજબૅસ્ટનનો ગઢ જીત્યોઃ ઇંગ્લૅન્ડને 336 રનથી કચડ્યું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button