29મી જૂન બાદ ચોથી જુલાઈનો દિવસ પણ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત થઈ ગયો છે. સાત રનથી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાએ પરાજિત કરીને ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024 Trophy)ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 17 વર્ષનો રેકોર્ડ બ્રેક કરીને ગઈકાલે મુંબઈના વાનખેડે ખાતે ટીમ ઈન્ડિયાએ વિકટરી પરેડ કાઢી હતી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા વાનખેડે સ્ટેડિયમ ખાતે પહોંચી હતી જ્યાં લાખો ફેન્સ આતુરતાપૂર્વક આ સ્ટાર પ્લેયર્સની રાહ જોઈ રહ્યા હતા.
જ્યારે ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી ત્યારે એન્થમ બની ચૂકેલા વંદે માતરત ગીત વાગી રહ્યું હતું અને વિટાક કોહલી, હાર્દિક પંડ્યા સહિત આખી ટીમ જોર-શોરથી આ ગીત ગાવાનું શરૂ કર્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયો પર ગીતના કમ્પોઝર એ. આર. રહેમાન (Music Composer A R Rahman)ની પ્રતિક્રિયા સામે આવી છે.
આ પણ વાંચો : શા માટે એક ડોક્ટરે Samantha Ruth Prabhuને જેલમાં મોકલવાની ભલામણ કરી?
1997માં જ્યારે ભારતની આઝાદીને 50 વર્ષ પૂરા થયા હતા એ સમયે એ આર રહેમાને આ ગીત કમ્પોઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એ આર. રહેમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પૂરી ટીમ સાથે હાથ ઉઠાવી ઉઠાવીને વંદે માતરમ ગાઈને સેલિબ્રેશન કરતાં જોવા મળ્યા હતા. આ સમયે એ આર રહેમાને ઈમોશનલ થઈ ગયા હતા અને લખ્યું હતું કે 27 વર્ષ પહેલાં બનેલું આ નેશનલ એન્થમ જ્યારે પણ સાંભળું છું ત્યારે ઈમોશનલ થઈ જાવ છું.
1997માં આપેલા એક ઈન્ટરવ્યુમાં એ આર રહેમાને જણાવ્યું હતું કે ફિલ્મમેકર જી ભરત બાલાની હાજરીમાં પહેલી વખત આ ગીત ગાયું હતું. જાન્યુઆરી પૂરો થવાની તૈયારામાં હતું અને રમઝાનનો 27મો દિવસ હતો. હું મારા સ્ટુડિયો ગયો હતો. રાતના 2 વાગ્યા હતા. મારો સાઉન્ડ એન્જિનિયર ગાયબ થઈ ગયો એટલે મેં બાલાને ફોન કર્યો અને જ્યારે તે આવ્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે સાઉન્ડ એન્જિનિયર છો? પછી પહેલી વખત અમે બંનેએ ગાયું જેને સાંભળીને પહેલાં હસ્યા અને રોયા.