શા માટે એક ડોક્ટરે Samantha Ruth Prabhuને જેલમાં મોકલવાની ભલામણ કરી?
સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હવે તમને થશે કે સેલિબ્રિટીઓ તો ચર્ચામાં આવે એમાં નવું શું છે? પણ અહીંયા તમારી જાણ માટે હાલમાં સામંથા ચર્ચામાં આવી છે એનું તેની કોઈ આગામી ફિલ્મ કે પ્રોજેક્ટ નથી.
પરંતુ એક્ટ્રેસ તેણે કરેલી એક પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. વાત એટલી આગળ વધી ગઈ છે કે જેની સ્પષ્ટતા કરતાં એક્ટ્રેસે હવે લાંબી લચક પોસ્ટ કરવાનો વારો આવ્યે છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ આખી ઘટના-
વાત જાણે એમ છે કે થોડાક દિવસ પહેલાં સામંથાએ પોસ્ટ કરી હતી કે વાઈરલ ઈન્ફેક્શન માટે ડોક્ટરે તેને હાઈડ્રોજન પેરોક્સાઈડ નેબુસલાઈઝેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ પોસ્ટ જોત-જોતામાં વાઈરલ થઈ છે. સામંથા રૂથની આ પોસ્ટ માટે તેની ટીકા થવા લાગી.
ડો. સાઈરિએક એબી ફિલિપ્સ ઉર્ફ ધ લિવર ડોક્ટરે એક્સ પર પોસ્ટ કરીને એક્ટ્રેસને જેલમાં મોકલી દેવાની વાત કરી નાખી હતી. એટલું જ નહીં પણ તેમણે સ્વાસ્થ્ય અને વિજ્ઞાન વિશે એક્ટ્રેસને કોઈ જાણકારી નથી એવી વાત પણ કહી દીધી છે.
આ પણ વાંચો: હવે સમંથાએ પોતાની બીમારીને લઈને કર્યો નવો ખુલાસો
ડોક્ટરની આ પોસ્ટ બાદ નેટિઝન્સે પણ સોશિયલ મીડિયા પર સામંથાની ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. જેનો જવાબ આપતા એક્ટ્રેસે આજે લાંબી લચક પોસ્ટ લખી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે હું મુર્ખ નથી કે કોઈ સારવારની વકીલાત કરું. મેં કોઈ સૂચન કર્યું ત્યારે એની પાછળનું મારો ઉદ્દેશ ખૂબ જ સ્પષ્ટ હતો. છેલ્લાં કેટલાય વર્ષોમાં મેં ઘણું બધું સહન કર્યું છે.
એક્ટ્રેસે આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું ઘણું બધુ શીખી છું. મને ખુદ આ સારવારની સલાહ એક ડોક્ટરે આપી હતી, જે ખુદ એક એમડી છે અને 25 વર્ષ સુધી તેમણે ડીઆરડીઓમાં કામ કર્યું છે. એક વ્યક્તિએ મારી ખુબ ટીકા કરી છે અને મને ખબર છે કે તેમને મારાથી વધારે જ્ઞાન છે. પરંતુ એમણે પોતાની ભાષા ખૂબ જ સરળ રાખવી જોઈતી હતી. હું બસ એક વિકલ્પ આપી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે કિયારા અડવાણીથી લઈને વરુણ ધવન સહિતના સેલેબ્સ સામંથા રૂથ પ્રભુનું સમર્થન કરી રહ્યા છે.