સ્પોર્ટસ

પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચેલા વિરાટ કોહલીના હાથમાં જોવા મળ્યું ખાસ ડિવાઈસ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને આજે મંગળવારે શ્રીરાધે હિત કેલી કુંજ આશ્રમમાં સંત પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન અનુષ્કા શર્મા પણ તેની સાથે જોવા મળી હતી.

અનુષ્કા અને વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજના આશિર્વાદ લેવાની સાથે સાથે અધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. રિટાયરમેન્ટ બાદ વિરાટ અને અનુષ્કાનું આ પહેલું અપિયરન્સ હતું.

ફેન્સ એવું કહી રહ્યા છે કે વિરાટ રિટાયરમેન્ટ બાદ અધ્યાત્મિક શાંતિ માટે વૃંદાવન ધામ પહોંચ્યા હતો. આ સમયે બંને જણના હાથમાં પિંક કલરની ઈલેક્ટ્રોનિક રિંગ પહેરેલા જોવા મળ્યા હતા અને આ રિંગે નેટિઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

આપણ વાંચો: DGMO રાજીવ ઘાઈ પણ છે વિરાટ કોહલીના જબરા ફેન, ઓસ્ટ્રેલિયાના બોલર્સનો પણ ઉલ્લેખ કર્યો

વાત કરીએ આ રિંગ વિશે તો આને ડિજિટલ ટેલિ કાઉન્ટર કે ઈલેક્ટ્રોનિક ટેલી કાઉન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રિંગની મદદથી તમે કાઉન્ટ કરી શકો છો કે ભગવાનનું નામ કેટલી વખત લેવામાં આવ્યું છે.

વિરાટ કોહલીએ આ રિંગ કેમેરા સામે ખૂબ જ શાનદાર રીતે ફ્લોન્ટ કરી હતી જ્યારે અનુષ્કા કેમેરા સામે આ રિંગને છુપાવતી જોવા મળી હતી. વિરાટ કોહલીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ટેસ્ટમાંથી રિટાયરમેન્ટની એનાઉન્સમેન્ટ કરી હતી.

14 વર્ષના ટેસ્ટ કરિયરમાંથી નિવૃત્તિની જાહેરાતની પોસ્ટ કરતાં વિરાટે લખ્યું હતું કે તે આ સમયમાંથી ઘણું શીખ્યું છે. વિરાટ ટી20 ઈન્ટરનેશનલમાંથી પહેલાંથી જ રિટાયરમેન્ટ લઈ લીધું છે અને તે આઈપીએલ-2025માં આરસીબીની ટીમથી રમી રહ્યો છે.

આપણ વાંચો: કોહલીએ ‘વિરાટ ટેસ્ટ કારકિર્દીમાં’ 16,608 બૉલમાં બનાવ્યા 9,230 રન

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે અનુષ્કા અને વિરાટ બંને પ્રેમાનંદ મહારાજના આશિર્વાદ લીધા હતા. બંને જણે આશરે સાડાત્રણ કલાક જેટલો સમય આશ્રમમાં પસાર કર્યો હતો.

બંને જણ આશરે સવારે છ વાગ્યે આશ્રમ પહોંચ્યા હતા અને સાડાનવ વાગ્યે આશ્રમમાંથી બહાર નીકળ્યા હતા. આ પહેલાં પણ જાન્યુઆરી, 2023માં પણ અનુષ્કા અને વિરાટ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યા હતા.

આપણ વાંચો: વિરાટ કોહલીએ ભાવનાત્મક પોસ્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ટેસ્ટ ક્રિકેટ થી સંન્યાસ લીધા બાદ વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજ સાથે ગહન ચર્ચા પણ કરી હતી. આ સમયે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અસફળતામાંથી કઈ રીતે બહાર આવી શકો છો જેના જવાબમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું હતું કે અભ્યાસ કરવાનું જારી રાખો. આ સિવાય પણ બંને વચ્ચે જીવનમાં ખુશી અને અધ્યાત્મ અંગે વાતચીત કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબી એરપોર્ટ પર સ્પોટ થયા હતા જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button