વિરાટ કોહલી અને અનુષ્કાએ નવા વર્ષનું ક્યાં કર્યું સેલિબ્રેશન? જુઓ વાઈરલ વીડિયો
આ દિવસોમાં વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના કારણે ઓસ્ટ્રેલિયામાં છે અને અનુષ્કા પણ તેના પતિને સપોર્ટ કરવા તેની સાથે છે. શ્રેણીની ચાર ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે અને હવે પાંચમી ટેસ્ટ ત્રીજી જાન્યુઆરીના રોજ રમાશે. જોકે, આ અગાઉ કોહલીએ સિડનીમાં પત્ની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. અનુષ્કા-વિરાટ ન્યૂ યર સેલિબ્રેટ કરવા સાથે બહાર સાથે જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મિસ્ટર અને મિસિસ કોહલીને સિડનીના રસ્તાઓ પર હાથ પકડીને ચાલતા જોઈ શકાય છે.
આ પણ વાંચો: વિરાટ જ્યારે અનુષ્કા સાથેની વાતચીતમાં રડી પડ્યો અને પછી…
આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા. વીડિયોમાં પાવર કપલ વાતો કરતા સાથે ચાલતા જોઈ શકાય છે. અનુષ્કાએ બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે વિરાટે બ્લેક પેન્ટ, બ્લેક ફુલ સ્લીવ ટી-શર્ટ અને વ્હાઈટ સ્નિકર્સ પહેર્યું હતું. આ બંનેની સાથે ટીમ ઈન્ડિયાના ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ અને પ્રસિદ્ધ કૃષ્ણ પણ હતા, જેઓ કપલની પાછળ ચાલી રહ્યા હતા.
વિરાટને સપોર્ટ કરવા અનુષ્કા શર્મા ઓસ્ટ્રેલિયામાં છે. આ પહેલા પણ અનુષ્કા તેના ક્રિકેટર પતિને સપોર્ટ કરવા માટે ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ અનુષ્કા ઘણી વખત સ્ટેડિયમમાં વિરાટને ચીયર કરતી જોવા મળી હતી. આ વખતે બંનેએ ઓસ્ટ્રેલિયામાં સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી અને હવે ત્યાં સાથે મળીને ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન અકાય અને વામિકા તેમની સાથે જોવા મળ્યા નહોતા.
આ પણ વાંચો: વિરાટે અનુષ્કાને કરી આઉટ, મૅડમ ‘બેઇમાની’ પર ઊતરી ગયાં: વીડિયો ખૂબ હસાવશે, જોઈ લો…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ‘ઝીરો’માં જોવા મળી હતી. આ પછી તે કલાના એક ગીતમાં જોવા મળી હતી, આ પછી તે કોઈ પ્રોજેક્ટમાં જોવા નથી મળી. Netflix પર તેની આગામી બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’ની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ અપડેટ મળી નથી.