નવી દિલ્હી: વિરાટ કોહલી હમણાં ખૂબ ફૉર્મમાં છે. જૂનમાં ભારતને ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, ટી-20 ઇન્ટરનૅશનલ્સ છોડીને માનસિક તથા શારીરિક રાહત અનુભવી, પુત્ર (અકાય)ના જન્મ વખતે લંડન પરિવાર પાસે પહોંચી ગયો અને ત્યાં તેમની સાથે લાંબુ વેકેશન માણીને ભારત પાછો આવ્યો. ભારતે 2-0થી જીતેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ-શ્રેણીમાં વિરાટનું ખાસ કંઈ યોગદાન તો નહોતું, પણ સૌથી ઝડપે 27,000 ઇન્ટરનૅશનલ રન બનાવવામાં ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરને પણ પાર કરીને તે પાછો હીરો બની ગયો છે. આ સુવર્ણ કાળમાં તે થોડી હળવી પળો માણવાનું પણ ચૂકતો નથી. પત્ની અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે તે ક્રિકેટ રમ્યો હતો.
આ પણ વાંચો :જો તમે Actress Anushka શર્માના આ સિક્રેટને જાણતા ના હોય તો જાણો કે…
તાજેતરના એક વીડિયોમાં વિરાટ અને અનુષ્કા ગલી-ક્રિકેટની જેમ રમી રહેલા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો ગણતરીના કલાકોમાં વાઇરલ થઈ ગયો હતો.
વાસ્તવમાં વિરાટ-અનુષ્કાનો આ વીડિયો એક જાણીતી બ્રૅન્ડના શૂટિંગ માટેનો હતો. વિરાટ આ કંપની દ્વારા નિયુક્ત બ્રૅન્ડ ઍમ્બેસેડર છે. સૌથી મજેદાર વાત એ છે કે અનુષ્કાએ પોતાના નિયમો બનાવ્યા હતા અને વિરાટ સામે એ નિયમોનું લાંબુ લિસ્ટ ધરી દીધું હતું.
આ પણ વાંચો :જન્મતાની સાથે જ આટલા કરોડની સંપત્તિનો માલિક છે Virat Kohli – Anushka Sharmaનો Akaay
અનુષ્કાના અનોખા નિયમો આ મુજબના હતા: (1) ત્રણ-ત્રણ વાર બૉલ ફેંકવામાં આવે અને જો બેમાંથી કોઈ પણ બૅટર એમાં શૉટ મારવામાં નિષ્ફળ જાય તો એ બૅટર આઉટ કહેવાય. (2) જો બૉલ સતત ત્રણ વાર શરીર પર વાગે તો એ બૅટર આઉટ કહેવાશે. (3) જો વિરાટ ગુસ્સામાં પ્રતિક્રિયા આપશે તો પણ તે આઉટ ગણાશે. (3) જેનું બૅટ તે પહેલાં બૅટિંગ કરશે.
અનુષ્કાએ પહેલાં બૅટિંગ કરી હતી. વિરાટે પહેલા જ બૉલ પર અનુષ્કાને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. શરૂઆતમાં જ આંચકો લાગતાં અનુષ્કાએ નિયમાવલિ ખોલીને નવો નિયમ બતાવ્યો કે એ તો ટ્રાયલ બૉલ હતો એટલે તે આઉટ થયેલી નહીં ગણાય.
ટ્રાયલ પછીના પ્રથમ લીગલ બૉલમાં પણ અનુષ્કા આઉટ થઈ ગઈ હતી. વિરાટ બૅટિંગ કરવા આવ્યો અને પહેલા જ બૉલમાં તેણે ઊંચો શૉટ માર્યો. એ શૉટમાં સિક્સર ગઈ અને બૉલ દૂર જઈને પડ્યો એટલે અનુષ્કાએ વધુ એક નિયમ બતાવ્યો કે જે બૅટરના શૉટમાં બૉલ દૂર જશે તો તે જ બૅટરે એ બૉલ લાવવાનો રહેશે. જોકે વિરાટ જેવો સ્ટમ્પથી દૂર ગયો એટલે અનુષ્કાએ તેને આઉટ કરી દીધો અને દાવો કર્યો કે વિરાટ હવે આઉટ થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો :એટલે Anushka Sharma પહેરે છે Virat Kohliના કપડાં, કારણ જાણશો તો…
થોડી જ વારમાં ભારતીય ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ આ વિચિત્ર નિયમોથી પરેશાન થયેલો જોવા મળ્યો અને મૅચના સ્થળેથી જતો રહ્યો હતો.
જોકે આ મુકાબલા પછી વિરાટ અને અનુષ્કા ખૂબ હસ્યા હતા અને બન્ને બાળકો પાસે પહોંચી ગયા હતા.