સ્પોર્ટસ

યુરો ફૂટબૉલ સ્પર્ધાના મેદાનો ફરતે સલામતી વધારાઈ, કારણકે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો…

ફ્રેન્કફર્ટ: જર્મનીમાં સૉકરોત્સવ ચાલી રહ્યો છે અને યુરો-2024ની દરેક મૅચમાં સ્ટેડિયમ ફુલ-પૅક્ડ જોવા મળી રહ્યા છે. જોકે એક ગંભીર સમસ્યા આયોજકો અને વ્યવસ્થાપકોને સતાવી રહી છે એટલે તેમણે દેશના તમામ 10 સ્ટેડિયમમાં મેદાનની ફરતે અને સ્ટેડિયમમાં સલામતી બંદોબસ્ત વધારી દીધો છે. ખાસ કરીને ફૂટબૉલચાહકો મેદાન પર ધસી ન જાય એ માટે વધુ સિક્યૉરિટી ગાર્ડ્સ ગોઠવવામાં આવી રહ્યા છે.

ડૉર્ટમન્ડમાં શનિવારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ના સુકાનમાં પોર્ટુગલની ટર્કી સામે જે મૅચ રમાઈ એમાં પોર્ટુગલનો 3-0થી વિજય થયો હતો. આ મુકાબલામાં ખુદ રોનાલ્ડો એકેય ગોલ નહોતો કરી શક્યો, પણ તેની જગવિખ્યાત અપ્રતિમ લોકપ્રિયતા તો બધાના ધ્યાનમાં છે જ એટલે સ્વાભાવિક છે કે તેની નજીક પહોંચવા કોઈ પણ ફૂટબૉલપ્રેમીને ઇચ્છા થાય. પોર્ટુગલની મૅચ વખતે વારાફરતી છ ફૂટબૉલ-લવર રોનાલ્ડો સાથે સેલ્ફી લેવા મેદાન પર ઉતરીને તેની પાસે આવી ગયા હતા.

આ પણ વાંચો: UEFA Euro 2024: ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીને આંચકો આપી સ્પેન પહોંચ્યું નૉકઆઉટમાં

ખાસ કરીને ચાર ફૅન્સ મૅચ પછી રોનાલ્ડો પાસે આવી પહોંચ્યા હતા. એમાં એક છોકરો રોનાલ્ડો પાસે આવી ગયો હતો અને રોનાલ્ડોએ હસતાં-હસતાં તેની સાથે સેલ્ફી પડાવીને તેને ખુશ કરી દીધો હતો.

ફૂટબૉલપ્રેમીઓનો એકમાત્ર આશય રોનાલ્ડો સાથે ફોટો પડાવવાનો હતો, પણ સલામતીને લગતા નિયમો મુજબ રક્ષકોએ ખેલાડીઓની સુરક્ષાની કાળજી રાખવાની હતી એટલે ફૅન્સને તરત જ રોનાલ્ડોથી દૂર જતા રહેવા કહ્યું હતું.

યુઇફાનો નિયમ છે કે જો કોઈ પ્રેક્ષક સ્ટેડિયમને લગતા નિયમનો ભંગ કરે તો તેને સ્ટેડિયમમાંથી કાઢી મૂકવામાં આવે છે, ટૂર્નામેન્ટની તમામ મૅચોમાં તેને સ્ટેડિયમમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવે છે તેમ જ તેની સામે ફોજદારી ફરિયાદ પણ નોંધવામાં આવે છે.

થોડા દિવસ પહેલાં ફ્રૅન્કફર્ટમાં સ્લોવેકિયા સામેની મૅચમાં એક સૉકરફૅન કૅમેરા લઈને બેલ્જિયમના સ્ટાર ખેલાડી કેવિન ડી બ્રુઇનની નજીક આવી ગયો હતો.

ત્રણ વર્ષ પહેલાં યુઇફા દ્વારા આયોજિત ચૅમ્પિયન્સ લીગ વખતે એક યુટ્યૂબ પ્રેઝન્ટરે ખુલ્લી ઓફર કરી હતી કે જે સૉકરપ્રેમી મેદાન પર ખેલાડીની નજીક જઈ બતાવશે તેને રોકડ ઇનામ આપવામાં આવશે. એ ઓફરને પગલે ત્યારે ફૅન મેદાન પર સ્ટાર ખેલાડી પાસે પહોંચી જવાની ઘટનાઓ બની હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ