ICC રેન્કિંગમાં તિલક વર્માની મોટી છલાંગ, સૂર્યકુમાર યાદવને પણ છોડ્યો પાછળ

મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની 4 T20 મેચની સિરીઝમાં ભારતીય ટીમે 3-1 થી જીત મેળવી હતી, સિરીઝ દરમિયાન ભારતના યુવા ખેલાડીયો એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ સમાપ્ત થયા બાદ ICC દ્વારા લેટેસ્ટ T20 રેન્કિંગ જાહેર (ICC T20 Ranking) કરવામાં આવી છે, જેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ રેન્કિંગમાં તિલક વર્માએ (Tilak Verma) મોટી છલાંગ લગાવી છે.
તિલક વર્માએ T20 બેટિંગ રેન્કિંગમાં એક જ ઝાટકે ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તિલક ભારતીય T20ના કેપ્ટન કેપ્ટન સૂર્યકુમાર યાદવ કરતા પણ આગળ નીકળી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તિલકે બે સદી ફટકારી હતી. આનો સીધો ફાયદો તેને મળ્યો છે. જયારે સૂર્યકુમાર યાદવને આ વખતે રેન્કિંગમાં નુકસાન થયું છે.
તિલકની 69 સ્થાનોની છલ્લાંગ:
T20 બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલીયાના ટ્રેવિસ હેડનું નંબર વનનું સ્થાન હજુ પણ અકબંધ છે. ટ્રેવિસ હેડ ICC 855 રેટિંગ સાથે નંબર વન પર છે. ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા સ્થાને છે. જેનું રેટિંગ હાલમાં 828 પર છે. જયારે 69 સ્થાનની મોટી છલાંગ લગાવીને તિલક વર્મા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, તેની રેટિંગ 806 છે. જયારે સુર્યકુમાર યાદવ ચોથા ક્રમે સરકી ગયો છે, તેની રેટિંગ 788 છે.
આપણ વાંચો: પાકિસ્તાનના મનસૂબા પર ICC એ ફેરવ્યું પાણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી PoK નહીં જ જાય!
પાકિસ્તાનના બાબર આઝમને એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 742 રેટિંગ સાથે 5માં નંબર પર છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 719 રેટિંગ સાથે 6ઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે.
અફઘાનિસ્તાનનો ખેલાડી ટોપ 10માં:
ઈંગ્લેન્ડનો જોસ બટલર 717 રેટિંગ સાથે 7મા નંબર પર આવી ગયો છે. ભારતનો યશસ્વી જયસ્વાલ 706 રેટિંગ સાથે 8મા નંબરે આવી ગયો છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા પણ એક સ્થાન નીચે 9મા નંબર પર આવી ગયો છે, તેનું રેટિંગ 672 છે. અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 636 રેટિંગ સાથે 10માં સ્થાને છે.