સ્પોર્ટસ
ટવેન્ટી-20માં ટીમ ઈન્ડિયાનો આ સ્પીનર બન્યો દુનિયામાં નંબર વન બોલર
દુબઇઃ ટીમ ઈન્ડિયાનો નવોદિત સ્પિનર બોલર રવિ બિશ્નોઈ ટી-20માં આઇસીસી બોલરની રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો. તેણે અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનને પાછળ છોડી દીધો હતો. બિશ્નોઈ ઉપરાંત યુવા યશસ્વી જયસ્વાલ અને અક્ષર પટેલે પણ આઇસીસી રેન્કિંગમાં 16-16 સ્થાનની છલાંગ લગાવી હતી.
બિશ્નોઈએ ગયા વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેના સતત સારા પ્રદર્શનને કારણે તેણે આ સિદ્ધિ મેળવી છે. 23 વર્ષીય લેગ સ્પિનરે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ચાર સ્થાનની છલાંગ લગાવી ટી-20 ક્રિકેટમાં દુનિયાનો નંબર વન બોલર બન્યો હતો.
તે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. ભારતે આ શ્રેણી 4-1થી જીતી હતી. ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યા બાદ તેણે 21 ટી-20 મેચોમાં કુલ 34 વિકેટ ઝડપી છે.
Taboola Feed