ટીમ ઈન્ડિયાની નૈયા ડુબાડી આ ખેલાડીએ, એક ભૂલ અને જીતી ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ…
ગુહાટીઃ ગઈકાલે ગુહાટીમાં ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયન ટીમ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારત જીતની ખૂબ જ નજીક હતું, પરંતુ ટીમ ઈન્ડિયાના જ એક ખેલાડીની બાલિશ ભૂલને કારણે ભારતને આ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલ અને મેથ્યુ વેડ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે, પણ તેમ છતાં બે ઓવરમાં 43 રન બનાવવાનો ટાર્ગેટ એટલો સહેલો તો નહોતો જ અને અહીં જ ભારત પાસે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવા માટે એક સોનેરી તક હતી. આમ છતાં આ મહત્ત્વના ટર્નિંગ પોઈન્ટ પર જ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની ભૂલને કરાણે ટીમ ઈન્ડિયા જીતેલી મેચ હારી ગઈ હતી. આવો જોઈએ શું છે આ ભૂલ અને કોણ છે આ ખેલાડી.
મેક્સવેલ અને વેડ બંને પાર્ટનરશિપમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેમની સામે બે ઓવરમાં 43 રન બનાવવાનું અઘરું હતું. સૂર્યકુમાર યાદવે 19મી ઓવર અક્ષર પટેલને આપી હતી અને આ જ ઓવરમાં ઈશાન કિશને એક ભૂલ કરી હતી જેને કારણે આખી બાજી પલટાઈ ગઈ હતી.
વાત જાણે એમ છે કે કેપ્ટન વેડે પહેલાં ત્રણ બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા અને હવે કાંગારુઓને નવ બોલમાં 33 રનની જરૂર હતી. અક્ષરે તેની ઓવરનો ચોથો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો અને મેથ્યુ વેડ આ બોલને હિટ કરવાનું ચૂકી જાય છે અને તેનું બેલેન્સમાં ગડબડ થઈ જાય છે.
દરમિયાન પાછળ વિકેટ કિપિંગ કરી રહેલાં ઈશાન કિશને બોલ વેર-વિખેર કરીને સ્ટમ્પિંગ માટે જોરદાર અપી કરી હતી. રિપ્લે ફૂટેજમાં જોવા મળ્યું હતું કે કિશને સ્ટમ્પ સામે જ બોલ કલેક્ટ કર્યો હતો અને અમ્પાયરે આ બોલને નો બોલ આપ્યો હતો. બીજા બોલ પર વેડને ફ્રી-હિટ આપવામાં આવી હતી, જેને ઓસ્ટ્રેલિયન કેપ્ટને લોન્ગ ઓન પર સિક્સર ફટકારી હતી અને 47 બોલમાં મેક્સવેલની સેન્ચ્યુરીએ ઓસ્ટ્રેલિયન ટીમને જીત અપાવી હતી.
MCC લો 27.3.1માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જ્યાં બોલ ગેમમાં પાછો ના આવે ત્યા સુધી અને વિકેટકિપરે સ્ટ્રાઈકરના બીજા છેડે સંપૂર્ણપણે વિકેટની પાછળ ઉભા રહેવું જોઈએ. આ ઉપરાંત, બોલર દ્વારા થ્રો કરવામાં આવેલો બોસ સ્ટ્રાઈકરના હેટ કે બેટ્સમેનનને ટચ કરે કે પછી વિકેટ ના પાર કરે. આ ઉપરાંત, 27.3.2માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર વિકેટકિપર જો આ નિયમનું ઉલ્લંઘન કરે તો અમ્પાયરે નો બોલ આપવાનો રહેશે.
પહેલી બે મેચ હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમને છેલ્લી બે ઓવરમાં 43 રનની જરૂર હતી અને કેપ્ટન મેથ્યુ વેડે 19મી ઓવરમાં એક સિક્સર અને એક ફોર માર્યો હતો. જ્યારે વિકેટ કિપર ઈશાન કિશનની ભૂલને કારણે બાય તરીકે ચાર રન મળ્યા હતા. હવે કાંગારુઓને છ બોલમાં 22 રન જોઈતા હતા અને બાકી રહી ગયેલી કસર મેક્સવેલે પૂરી કરી હતી. છેલ્લી ઓવરમાં મેક્સવેલે પ્રસિદ્ધ કૃષ્ણને એક સિક્સ અને છેલ્લાં ત્રણ બોલ પર ફોર મારીને પોતાની સદી પૂરી કરવાની સાથે સાથે કાંગારુઓને જીતાડી દીધા હતા.