સ્પોર્ટસ

અન્ડર-19 વર્લ્ડ કપના આરંભ માટે તખ્તો તૈયાર: ભારતની મૅચ શનિવારે રમાશે

બ્લોમફોન્ટેન: સાઉથ આફ્રિકામાં શુક્રવારે અન્ડર-19 મેન્સ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં 16 દેશની ટીમ ભાગ લેશે જેમને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતના ગ્રૂપમાં બાંગલાદેશ, આયર્લેન્ડ અને અમેરિકા છે.

શુક્રવારે વર્લ્ડ કપની પ્રથમ મૅચ (બપોરે 1.30 વાગ્યાથી) પૉશેફ્સ્ટ્રુમમાં યજમાન સાઉથ આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અને બીજી મૅચ (બપોરે 1.30 વાગ્યાથી) બ્લોમફોન્ટેનમાં અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ શનિવારે (બપોરે 1.30 વાગ્યાથી) બાંગલાદેશ સામે રમાશે.


વર્ષોથી ભારતને જુનિયર વર્લ્ડ કપમાંથી ભવિષ્યના ટૅલન્ટેડ અને વર્લ્ડ-ક્લાસ બનવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ મળ્યા છે. 2000ના અન્ડર-19 વિશ્ર્વ કપમાંથી ભારતને યુવરાજ સિંહ, 2006માંથી રોહિત શર્મા, 2008માંથી વિરાટ કોહલી તથા રવીન્દ્ર જાડેજા, 2016માંથી રિષભ પંત તથા ઇશાન કિશન અને 2018માંથી શુભમન ગિલ મળ્યા છે.
વિશ્ર્વ સ્તરે પણ આ ટૂર્નામેન્ટે વિવિધ દેશોને એવા ટૅલન્ટેડ ખેલાડીઓ આપ્યા જેઓ પોતપોતાના દેશના ક્રિકેટ-લેજન્ડ બની ગયા.


જોકે સૌથી વધુ પાંચ વખત જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ભારતની વાત કરીએ તો અન્ડર-19 વર્લ્ડ કપમાં ચમકવા છતાં પછીથી ઇન્ટરનૅશનલ કરીઅર બનાવવામાં સફળ ન થયા હોય એવા કેટલાક ખેલાડીઓ પણ છે. એમાં રવિકાન્ત શુક્લા, મનીષ પાન્ડે, ઉન્મુક્ત ચંદ, યશ ધુલ તથા મનજોત કાલરા અને કમલેશ નાગરકોટીનો સમાવેશ છે.
આ વખતની ભારતીય ટીમનું સુકાન રાજસ્થાનનો ઉદય સહરાન સંભાળશે. ટીમમાં ગુજરાતી ખેલાડીઓ રાજ લિંબાણી, પ્રિયાંશુ માલિયા અને રુદ્ર પટેલ તેમ જ મુંબઈનો મુશીર ખાન પણ સામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…