સ્પોર્ટસ

આ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે; જુઓ શેડ્યુલ

મુંબઈ: ગત વર્ષના અંતે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની 1-4થી હાર થઇ હતી, ભારતીય ટીમ આ હાર બદલો લેવા આતુર છે. હવે ભરતીય ટીમ ફરી ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર (India tour of Australia) જવાની છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2025-26 દરમિયાન ઘરઆંગણે રમાનારી સિરીઝના શેડ્યુલની જાહેરાત કરી છે. આ સાથે જ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે.

જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ઉત્તર ઓસ્ટ્રેલિયાના ડાર્વિન, કેર્ન્સ અને મેકેમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ T20I અને ત્રણ ODI મેચ રમશે. મેકે પહેલી વાર ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમની મેચનું આયોજન કરશે. જ્યારે ડાર્વિન 17 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની યજમાની કરશે.

આપણ વાંચો: IPL 2025 દરમિયાન થતી રહેશે ટેસ્ટ મેચની પ્રેક્ટિસ ! ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI બનાવી રહી છે નવી યોજના

ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસની શરૂઆત 19 ઓક્ટોબરથી થશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ 3 ODI અને 5 T20I મેચ રમશે. ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે એટલે કે 21 દિવસમાં કુલ 8 મેચ રમશે. ભારતીય ટીમ આઠ અલગ અલગ સ્થળોએ મેચ રમશે.

21 નવેમ્બરથી ઓસ્ટ્રેલીયામાં એશિઝ 2025-26ની શરૂઆત થશે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું ધ્યાન T20 ક્રિકેટ પર છે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડમાં અને ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સામે T20 સિરીઝ રમશે.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (3 વનડે, 5 T20I)
19 ઓક્ટોબર: પહેલી વનડે, પર્થ સ્ટેડિયમ (ડે/નાઈટ)
23 ઓક્ટોબર: બીજી વનડે, એડિલેડ (ડે/નાઈટ)
25 ઓક્ટોબર: ત્રીજી વનડે, સિડની (ડે/નાઈટ
29 ઓક્ટોબર: પહેલી ટી૨૦, કેનબેરા (નાઈટ)
31 ઓક્ટોબર: બીજી ટી૨૦, એમસીજી (નાઈટ)
2 નવેમ્બર: ત્રીજી ટી૨૦, હોબાર્ટ (નાઈટ)
6 નવેમ્બર: ચોથી ટી૨૦, ગોલ્ડ કોસ્ટ (નાઈટ)
8 નવેમ્બર: પાંચમી ટી૨૦આઈ, ગાબ્બા (નાઈટ)

મેન્સ એશિઝ 2025-26
21-25 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ સ્ટેડિયમ
4-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, ગાબ્બા (ડે-નાઈટ)
17-21 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, એડિલેડ
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, એમસીજી
4-8 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, એસસીજી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button