અફઘાનિસ્તાના ક્રિકેટરને કોન્ટ્રાક્ટ ભંગ કરવાનું ભારે પડ્યું, આ નિર્ણય લેવામાં આવ્યો
કાબુલઃ ઈન્ટરનેશનલ લીગ ટવેન્ટી-20ના કોન્ટ્રાક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હકને મોટો ફટકો પડ્યો છે. અફઘાનિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર નવીન ઉલ હક પર ઈન્ટરનેશનલ લીગ ટી-20 દ્વારા કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન બદલ 20 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
નવીન શાહજાહ ઇન્ટરનેશનલ લીગ ટી-20માં વોરિયર્સનો ભાગ હતો, જેની સાથે તેણે કરારનું ઉલ્લંઘન કર્યું હતું. નવીન પ્રથમ સીઝનમાં ઈન્ટરનેશનલ લીગ ટી-20 રમતા જોવા મળ્યો હતો, પરંતુ હવે લીગે તેના પર 20 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે.
પ્રથમ સીઝનમાં નવીને શારજાહ વોરિયર્સ માટે 9 મેચમાં 24.36ની એવરેજથી 11 વિકેટ ઝડપી હતી. ફ્રેન્ચાઇઝીએ નવીન સાથે એક વર્ષનો કરાર કર્યો હતો જેને ટીમ લંબાવવા માંગતી હતી પરંતુ નવીને ના પાડી હતી.
નવીનના ઇનકાર બાદ તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ કરારના કારણે નવીન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ લીગ ટી-20માં નવીન અને શારજાહ વોરિયર્સને સાંભળવામાં આવ્યા બાદ પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં ભારતીય ધરતી પર રમાયેલા વન-ડે વર્લ્ડ કપ 2023 પછી નવીને વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. નવીન અફઘાનિસ્તાન માટે વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ રમ્યો હતો.