સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના ઓપનર બેટર જયસ્વાલને આઈસીસી તરફથી મળ્યું આ ઈનામ

દુબઇઃ ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં યથાવત્ રહ્યું હતું. આ સિરીઝમાં તેણે અત્યાર સુધી સિરીઝની 4 ટેસ્ટ મેચમાં 93.57ની એવરેજથી 655 રન ફટકાર્યા છે. આ યુવા ઓપનર શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની યાદીમાં ટોચ પર છે.

હવે યશસ્વી જયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ સિવાય ન્યૂ ઝીલેન્ડના કેન વિલિયમ્સન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાને નોમિનેટ કરવામાં આવ્યા છે.

આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ ફેબ્રુઆરીના વિજેતાની જાહેરાત આજે કરવામાં આવશે. આ રેસમાં યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ છે, પરંતુ ન્યૂ ઝીલેન્ડના કેન વિલિયમ્સન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાની વચ્ચે ટક્કર છે.

પથુમ નિશંકાએ અફઘાનિસ્તાન સામેની વનડેમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. તે વન-ડે ફોર્મેટમાં શ્રીલંકા માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. પથુમ નિશંકાએ અફઘાનિસ્તાન સામે 210 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ન્યૂ ઝીલેન્ડના કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરી હતી. તેણે શ્રેણીની 4 ઇનિંગ્સમાં 403 રન કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…